મહેસાણા / કડીના ચાલાસણમાં 8 માસની બાળકી પર એસિડ એટેક, સારવાર વચ્ચે મોડી રાતે મોત

  • પોલીસને એસિડ એટેકના ગુનામાં પરિવારના જ કોઈ સભ્ય સામે  શંકા

Divyabhaskar.com

Oct 10, 2019, 04:18 PM IST

કડી: કડી તાલુકાના ચાલાસણમાં ગઈકાલે મોડી રાત્રે ઘરમાં સૂતેલી 8 માસની બાળકી પર કોઇ અજાણ્યા વ્યક્તિએ એસિડ ફેંકી ફરાર થયો હતો. બાળકીનું સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસને એસિડ એટેકના ગુનામાં પરિવારના જ કોઈ સભ્ય સામે શંકા છે.
એસિટ એટેકમાં ગંભીર રીતે બાળકી દાઝી હતી
કડી તાલુકાના ચાલાસણ ગામમાં ઘરમાં સૂતેલી 8 માસની બાળકી પર અજાણી વ્યક્તિએ એસિડ એટેક કર્યો હતો. એસિડ એટેકમાં નિર્દોષ બાળકી ગંભીર રીતે દાઝી ગઇ હતી. તેને પગલે તેને કડીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. પરંતુ તેનું સારવારમાં મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી