બહુચરાજી / દશેરાએ બહુચર માતાજીને 300 કરોડના ‘નવલખા હાર’નો શણગાર

Divyabhaskar.com

Oct 09, 2019, 08:30 PM IST

બહુચરાજી: બહુચરાજીમાં વિજયાદશમીના પર્વે બહુચર માતાજીની પાલખી બેચર ગામે શમીવૃક્ષ પૂજન માટે નીકળી હતી. આ સમયે માતાજીને અતિમૂલ્યવાન નવલખો હાર પહેરાવાયો હતો. વડોદરાના રાજવી શ્રીમંત માનાજીરાવ ગાયકવાડ જ્યારે કડી પ્રાંતના સુબા હતા, ત્યારે તેમને પાઠાનું અસાધ્ય દર્દ હતું, જે માતાજીની બાધાથી મટી ગયા બાદ તેમની રાજા બનવાની મનોકામના પણ પૂર્ણ થતાં તેમણે અહીં સંવત 1839માં ભવ્ય મંદિર બંધાવી માતાજીને નવલખો હાર અર્પણ કર્યો હતો. આ હાર વર્ષમાં માત્ર દશેરાના દિવસે જ માતાજીને પહેરાવાય છે. કરોડોની કિંમતના આ હારને વહીવટદારની ખાસ કસ્ટડીમાં રાખવામાં આવે છે. પાલખી સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાયો હતો. ઉલ્લેખનીય છે કે, 150 કરતાં વધુ ડાયમંડ હારમાં જડેલા છે. આ હાર 235 વર્ષ પહેલાં માતાને અર્પણ કરવામાં આવ્યો હતો.

(માહિતી અને તસવીર: હર્ષદ પટેલ, મહેસાણા)

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી