પતિના આડા સંબધની શંકા રાખીને પત્નીએ ત્રણ બાળકો સાથે આપઘાત કરવાનો પ્રયાસ 

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહિલાએ ત્રણ બાળકો સાથે અગ્ની સ્નાન કર્યુ : બે બાળકો , મહિલા ગંભીર દાઝયા
  • માતા અગ્ની સ્નાન બેઠાળેલી ચાર વર્ષની બાળકી આગ લાગતા નાશી બહાર બચાવ થઇ ગયો
  • સમી પોલીસ મથકે સામ-સામે ફરિયાદ લઇને તપાસ હાથ ધરી

પાટણ: સમી તાલુકાના રાફુ ( કૈલાશપુરા ) ખાતે દંપત્તી બાળકો સાથે રહેતુ હતુ તેમના મકાન બાજુમાં તેમની ભત્રીજી રહેતી હતી જેના પર મહિલા તેના પતિના તેમજ અકિતા ઉપર ખોટો વહેમ રાખતી શંકા રાખતી હતી.મહિલાને પતિ અવાર નવાર સમજાવતો હતો કે મારી ભત્રીજી મારી દીકરી કહેવાય તેના વિષે આવુ ના વિચારાય તેમ છતા તે આ બાબતે અવાર નવાર મારી સાથે ઝઘડા કરતી હતી.શુક્રવારે સાંજે બે બાળકો સાથે અગ્નિ સ્નાન કર્યુ હતુ તેઓ તાત્કાલી 108 મદદથી વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ રિફર કર્યા છે.

સમી તાલુકાના રાફુ ગામે રહેતા લક્ષ્મણભાઇ રામાભાઇ નિરાશ્રી ઠાકોર તેઓ શુક્રવારના રોજ સવારના આઠેક વાગ્યાના અરસામા તેઓ નોકરી એ જવા તૈયાર થયા હતા તે વખતે તેમની પત્ની રમીલાબેનએ કહેલ કે મને દવાખાને લઈ જાવો મારી તબીયત બરોબર નથી. ત્યારે તેના પતિએ આવતી કાલે લઈ જઈશ તેમ કહીને શંખેશ્વર  સીએચસી ખાતે આવી મારી ફરજ ઉપર હાજર હતો.તે વખતે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં મોબાઈલ ફોન આવ્યો કે તારા બે છોકરા અને તારી પત્ની દાઝી ગયેલ છે તુ જલ્દી ઘરે આવે જેથી તાત્કાલીક ઘરે પહોચેલો અને જોયેલ તો તેમના ઘરના આંગણામાં ખાટલામાં તેમના બે સંતાનો નયન દિકરો તથી દિકરી વિનાને ખાટલામાં સુવાડેલા હતા અને મારી પત્ની પણ ત્યાં બેઠેલ હતી. જેથી મેં જોયેલ તો આ ત્રણેય જણા શરીરે દાઝી ગયેલા હતા. 108 મારફતે રાધનપુર સરકારી દવાખાને આવેલા ડોકટરે પ્રાથમીક સારવાર કરેલી તે પછી તેઓએ ધારપુર પાટણ ખાતે રીફર કર્યા હતાત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સીવલ હોસ્પીટલ ખાતે રીફર કરતા કર્યા હતા.આ અંગે લક્ષ્મણભાઇએ સમી પોલીસ મથકે 307 મુજબ તેની પત્ની સામે ગુનો નોંધાયો હતો.  જયારે મહિલાએ સમી પોલીસ મથકે માનસીક ત્રાસ આપી આપઘાત કરવા સુધીનુ દુષ્પેરણ કરવનો પતિ , સાસુ અને ભત્રીજી તેની સામે 498 , 306 મુબજ ગુનો નોંધાયો હતો. તપાસ અધિકારી પીએસઆઇ વાય.બી.બારોટ જણાવ્યુ હતુ. 

મારી સાથે સારૂ વર્તન રાખતા નહોઇ: પત્ની 
અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન પતિએ પત્નીને પૂછપરછ કરતા તેણે જણાવેલ કે તમને મારી સાથે સારૂ વર્તન રાખતા નહોઈ અને અંકિતા સાથે સારૂ વર્તન રાખો છો જેથી મને લાગી આવતા સાંજના સાડા ચારેક વગ્યાના અરસામાં આપણા ઘરના પેટી પલગ ઉ૫૨ જુના કપડા તેમજ મેણીયા મૂકી તેમાં આગ લગાવી છોકરા ને મારી નાખવાની તેમજ જાતે મરી જવાની કોશીશ કરતા અમો ત્રણે દાઝેલ છીએ તેવુ જણાવ્યુ હતુ. હાલમાં મારી પત્નીને તથા બાળકોને અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં સારવાર સારૂ દાખલ કરેલ છે પત્ની તેમજ સંતાનો હાલમાં ભાનમાં છે.

આગ લાગતા ચાર વર્ષની દિકરી નાશી જતા બચી ગઇ : પોલીસ 
આ અંગે તપાસ અધિકારી જણાવ્યુ કે ઘરમાં તેના ત્રણ બાળકો સાથે મહિલાએ સાડીઓ કપડા પ્લાસ્ટીકના મેણીયા સળગાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા હતા તે વખતે મોટી દિકરી તુલશી અગ્નિ જોઇને નાશી છૂટી હતી પણ બે વષનો નયન અને દિકરી રવિના ચાર માસની મહિલા શરીરે આગની લપેટમાં આવી ગયા હતા આજુ બાજુમાંથી લોકો દોડી આવ્યા મકાન દરવાજો ન હોય પડતા હતા એટલે ઝડપી લોકો અંદર પ્રવેશી આગ કાબુ લઇને બે બાળકો અને મહિલાને બચાવી લીધી હતી. આ અંગે આગની લપેટમાં ગંભીર રીતે ચાર માસની દીકરી અને બે વર્ષનો દિકરો ઇજાગ્રસ્ત બન્યો છે.
(માહિતી: મૌલિક દવે, પાટણ)