સાંતલપુર / ‘વાયુ’ વાવાઝોડાને પગલે રણમાંથી અગરિયાઓને પરત બોલાવ્યા

Divyabhaskar.com

Jun 12, 2019, 05:16 PM IST
vayu cyclone effect agariya back from small  desert in santalpur

  • સાંતલપુર રણમાં રહેતા એકસો સિત્તેર જેટલા અગરિયાઓ તકેદારીના ભાગરૂપે ઘરે આવી ગયા

સાંતલપુર: વાયુ વાવાઝોડાની હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાતમાં આફત તોળાઈ રહી છે, ત્યારે સાંતલપુર રણમાં કામકારતા 170 જેટલા અગરિયાઓને જીલ્લા વહીવટી તંત્ર તેમજ ઉદ્યોગ કચેરી દ્વારા સાવચેતીના ભાગરૂપે પરત બોલાવી લીધા છે. તેમજ કોઈપણ અગરિયાઓને રણમાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. રણની આજુબાજુના વિસ્તારમાં આવતા ગામોને સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી છે. ગુજરાત પર જ્યારે વાવાઝોડાની આફત તોળાઈ રહી છે ત્યારે સાવચેતીના ભાગરૂપે ગઈ કાલથી જ અગરિયાઓને રણમાંથી ઘરે આવી જવા જાણ કરી દેવામાં આવી હતી. જેને પગલે મોટા ભાગના અગરિયાઓ ઘરે પરત ફરી આવ્યા હતા અને આજે ફરી એક વખત રણમાં તપાસ કરી રણમાં રહી ગયેલા અગરિયાઓને બોલાવી લેવામાં આવ્યા હતા અને સચેત રહેવા જણાવવામાં આવ્યું હતું.
(રોહિત શ્રીમાળી, રાજેન્દ્ર ઓઝા, સાંતલપુર)

X
vayu cyclone effect agariya back from small  desert in santalpur
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી