મહિલા ટીમ રાજ્યકક્ષાએ ચેમ્પિયન બનતા દીકરીઓનું ભવ્ય સામૈયુ કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રોફી સાથે વિજેતા બનેલી દીકરીઓની ટીમ - Divya Bhaskar
ટ્રોફી સાથે વિજેતા બનેલી દીકરીઓની ટીમ
  • મહાદેવપુરાની દીકરીઓને પ્રોત્સાહિત કરવા ડીજે સાથે શોભાયાત્રા કાઢી
  • ફૂટબોલની અંડર 17 ટીમ ખેલ મહાકુંભમાં ચેમ્પિયન બની હતી

પાટણઃ રમતગમત ક્ષેત્રે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરતા સરસ્વતી તાલુકાના સાપ્રા (મહાદેવપુરા ) ગામની દીકરીઓની ટીમ ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં ચેમ્પિયન બનતા શનિવારે ગ્રામજનોએ દીકરીઓનો ઉત્સાહ વધારવા માટે ગામમાં ડીજેના તાલે વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી સામૈયું કર્યું હતું ગામમાં આનંદ અને ઉત્સાહ માહોલ સર્જાયો હતો.

કોચની મહેનત રંગ લાવી
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ખેલમહાકુંભ2019 અંતર્ગત સાબરકાંઠાના હિંમતનગર ખાતે રાજ્યકક્ષાની અંડર 17 ગર્લ્સ ફૂટબોલ સ્પર્ધા યોજાઇ હતી જેમાં પાટણ અને હિંમતનગર એકેડેમી વચ્ચેની ફાઇનલ મેચમાં પાટણ એકેડેમીની સાંપ્રા(મહાદેવપુરા) ની 16 દીકરીઓ બે (2:0) ગોલ થી વિજેતા બની હતી જેમાં કેપ્ટન અંતરબેન મેવાજી ઠાકોરની ટીમની ખેલાડીઓ અને કોચ રંગતજી ઠાકોર, વિરમજી ઠાકોરની મહેનત રંગ લાવી હતી. આ તમામ બાળકીઓ ઉત્તર બુનિયાદી વિદ્યાલય ઉંદરા ખાતે અભ્યાસ કરે છે.