બાબરી ચાંદરણી ગામમા જૂથ યોજનાનું પાણી સંપમાં આવતા પાણી ભરવા ગ્રામજનોની ભીડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામલોકો સંપ ઉપર ચડી પાણી ભરવા મજબુર

પાટણ: સમી તાલુકાના બાબરી અને ચાંદરણી ગામમાં પીવાનું પાણી અનિયમિત આવતા ધોમધખતા તાપમાં જ્યારે પણ સંપમાં પાણી આવે ત્યારે ગ્રામલોકોએ સંપ ઉપર ચડી પાણી ભરવા મજબુર થવું પડે છે. સોમવારના રોજ પાણી પુરવઠા જૂથ યોજનાનું પાણી આવતા લોકો સંપ ઉપર ચડી પાણી ભરવા લાગ્યા હતાં.

ગેરકાયદેસર કનેક્શન: સમી તાલુકાના વિસ્તારોમાં પીવાના પાણીની મુશ્કેલી છે. બાબરી અને ચાંદરણી ગામમાં મીઠુ પીવાનું પાણી અનિયમિત મળે છે. જ્યારે સંપમાં પાણી આવે ત્યારે 43,44 ડિગ્રીના  તાપમાનમાં ભરબપોરે મહિલાઓએ સંપ પર ચડીને પાણી ભરવું પડે છે. પાણી પુરવઠા અધિકારી વિષ્ણુપ્રસાદ મેવાડાના જણાવ્યા મુજબ, દૂદ્કા હિટ ક્વાટર્સમાંથી પાણી ત્યાં જાય છે કોના રસ્તામાં વચ્ચે ફોટા ઘર માટે વાડાઓમાં પાણીની ચોરીઓ કરતા હોય છે માટે તેની તપાસ કરી ગેરકાયદેસર કનેક્શન બંધ કરાવતા બાબરી ચાંદની પાણી પહોંચાડવામાં આવ્યું છે