તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેમચંદ્રાચાર્ય યુનિવસિર્ટીમાં ઇન્ચાર્જ કુલપતિનો કાયમી જેટલો પગાર 

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મળવાપાત્ર 44 હજારના બદલે 1.77 લાખ પગાર લઇ ભ્રષ્ટાચાર
  • સુજાણપુર કોલેજના ટ્રસ્ટી દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી

પાટણ: હેમચંદ્રાચાર્ય યુનિવસિર્ટીના ઇન્ચાર્જ કુલપતિ પર કોલેજના ટ્રસ્ટી દ્વારા વધુ એક ભષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેમાં ઇન્ચાર્જ કુલપતિ ડો અનિલ નાયક દ્વારા યુનિવસિર્ટી માંથી સંતાનો દુરઉપયોગ કરી કાયમી કુલપતિનો પગાર લઇ છ માસમાં 7 લાખથી વધુનો ભષ્ટાચાર આચાર્યો હોવાની રાવ સાથે સરકાર અને યુનિવસિર્ટીને રજૂઆત કરવામાં આવી છે ત્યારે કુલપતિ દ્વારા આ આક્ષેપોને પાયા વિહોણા ગણાવી નિયમ વિરુદ્ધ ખોટી રીતે પગાર લીધો હશે તેવું સાબિત થશે તો પગાર પરત કરવાની તૈયારી બતાવી હતી. 
કુલપતિને દબાવવા ખોટી પિટિશન કરી  
ડો અનિલ નાયકની ઇન્ચાર્જ કુલપતિ તરીકે ખોટી રીતે નિમણુંક કરાઈ હોવાની સુજાણપુર કોલેજના ટ્રસ્ટી દશરથ પટેલ દ્વારા કોર્ટમાં કો વોરંટો પિટિશન દાખલ કરાઈ છે ત્યારે ઇસી મેમ્બરો દ્વારા ટ્રસ્ટીની કોલેજને મંજૂરી ન આપતા કુલપતિને દબાવવા ખોટી પિટિશન કરી હોવાના બચાવ કરી રહ્યા છે.

નિયમ વિરુદ્ધ હશે તો હું પગાર પરત કરવા તૈયાર છું
ઇન્ચાર્જ કુલપતિ ડો અનિલ નાયકે જણાવ્યુ હતુ કે ‌યુનિવસિર્ટીના એકાઉન્ટન્ટ વિભાગ દ્વારા શરૂઆતથી મને એમના નિયમ મુજબ પગાર ચુકવવામાં આવે છે. મેં સામેથી કોઈ પગારની માંગણી કરેલ નથી. છતાં મને મળેલ પગાર સરકારના નિયમ વિરુદ્ધ હશે તો હું પરત કરવા તૈયાર છું. 

અન્ય સમાચારો પણ છે...