પાટણ / ખીમીયાણાના રેવન્યુ તલાટી,મેમદપુર ગ્રા. પં.નો હંગામી પટાવાળો રૂ.4000ની લાંચ લેતા ઝડપાયો

Revenue Talati of Khimiana, Memdapur Village. The temporary lease of Pt

  • પાટણ એસીબીએ રાજપુર ચોકડી પર ચ્હાની હોટલે છટકું ગોઠવીને બંનેન રંગેહાથ ઝડપ્યા
  • પાટણના ગજા ગામના ખેડૂત પાસે વારસાઇની નોંધ પાડવા રૂ. 7000 લાંચ માંગી હતી

Divyabhaskar.com

Jan 22, 2020, 10:31 AM IST
પાટણઃ પાટણ તાલુકાના ખીમીયાણા સેજાના રેવન્યુ તલાટી અને મેમદપુર ગ્રામપંચાયતના હંગામી પટાવાળાને મંગળવારે એક ખેડુત પાસેથી પિતાના અવસાન બાદ વારસાઇની નોંધ પાડવા મામલે રૂ. 4000 ની લાંચ લેતાં પાટણ એસીબી પોલીસે છટકું ગોઠવીને પકડી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાટણ તાલુકાના ગજા ગામના એક ખેડુતને વડીલોપાર્જીત જમીનમાં પિતાના અવસાનબાદ તેના ભાઇ અને બહેનના નામે જમીનમાં વારસાઇ નોંધ પાડવા માટે ગત 4 જાન્યુઆરીના રોજ અરજી કરી હતી જેના માટે ખીમીયાણા સેજાના રેવન્યુ તલાટી મનોજકુમાર વજાભાઇ પરમારે રૂ. 8000 ની લાંચની માંગણી કરી હતી જેમાં રૂ. 7000 આપવાનું નક્કી થયું હતું. આ પેકી રૂ. 4000 મંગળવારે અને બાકીના રૂ. 3000 પછીથી આપવાના હતા. પણ મંગળવારે સવારે ખેડૂતે પાટણએસીબી કચેરીનો સંપર્ક કરી ફરીયાદ આપતાં પાટણ ચાણસ્મા હાઇવે પર રાજપુર ચાર રસ્તા પાસે ચ્હાની હોટલ પર બોલાવવા એસીબી પીઆઇ જે.પી.સોલંકીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં બપોરે ફરીયાદી જતાં ત્યાં હાજર તલાટીએ મેમદપુર ગ્રામપંચાયતના હંગામી પટાવાળા ગોવિંદજી હલુજી ઠાકોરને બોલાવી લીધો હતો અને તેને પૈસા આપવા કહેતાં રૂ. 500 ની ચાર અને રૂ. 200 ની દશ નોટો આપતાં જ છૂપાવેશમાં ગોઠવાયેલી પોલીસે બંનેને ઝડપી લીધા હતા.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નવા વર્ષની બીજી ઘટના: ગયા વર્ષે 7 કિસ્સા નોંધાયા હતા : 40 કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે
પાટણ એસબી કચેરીમાં નવા વર્ષમાં આ બીજું સફળ છટકું ગોઠવાયું હતું. આ અગાઉ ઉનાવામાં પીએસઆઇ ચેતક બારોટને પકડી લેવાયા હતા.ગયા વર્ષમાં ટ્રેપની 7 ઘટનાઅો પાટણ એસીબી પોલીસમાં નોંધાઇ હતી. જ્યારે અંદાજે 2008-09થી અત્યાર સુધીના લગભગ 40 જેટલા કેસોમાં કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે તેમ પાટણ એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું.
X
Revenue Talati of Khimiana, Memdapur Village. The temporary lease of Pt

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી