વિશેષ / શંખેશ્વરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા રિલાયન્સ ફાઉન્ડેશન દત્તક લેશે

Reliance Foundation will adopt Shankeshwar to make it plastic free

  • ગંદકી કરતા પ્લાસ્ટિકના કચરાને એકત્રિત કરી તેમાંથી બાંકડા બનાવાશે

Divyabhaskar.com

Sep 16, 2019, 09:12 AM IST

પાટણઃ જૈન તીર્થ શંખેશ્વરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા દત્તક લેવામાં આવનાર છે. આ ગામમાંથી સિંગલ યુઝ પ્લાસ્ટિકને એકત્રિત કરી તેમાંથી રિસાયકેબલ પ્લાસ્ટિકમાંથી બાંકડા બનાવવામાં આવશે. ત્યારે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત તંત્ર દ્વારા પણ પાટણ જિલ્લાના નવ તાલુકાઓમાં 10 થી 15 ગામોનું ક્લસ્ટર બનાવી પ્રાયોગિક ધોરણે આ પ્રમાણે જ પ્લાસ્ટિક મુક્ત ગામો બનાવવા માટે કામગીરી કરશે.

આ બાબતે પાટણ કલેકટર આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને અધિકારીઓ સાથે એક બેઠક પણ કરાઇ હતી. જેમાં ગામમાંથી પ્લાસ્ટિક નું કલેક્શન કરી તેનું રિસાયકેબલ અને નોનરિસાયકેબલ પ્રમાણે પ્લાસ્ટિક નું વિભાજન કરાશે અને ત્યારબાદ રિસાયકેબલ પ્લાસ્ટિકમાંથી બાંકડા બનાવાશે ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિક નો લોકો ઉપયોગ ન કરે તે માટે જાગૃત કરાશે.તેવુ ડીઆરડીના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ ઓફિસર દિલીપ ચૌહાણે જણાવ્યું.

રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ મેનેજર જેરામભાઈ રબારીએ જણાવ્યું કે આ બાબતે કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી સાથે તેમજ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત સાથે મિટિંગ થઈ ગઈ છે. મહિલાઓ સાથે ફળિયામાં મીટીંગો કરી છે પાયલોટ પ્રોજેક્ટ ની દરખાસ્ત મુકાશે તંત્રની લીલી ઝંડી મળી ગઈ છે 2 ઓક્ટોબર ગાંધી જયંતી આ પ્રોજેક્ટનો પ્રારંભ થવાની શક્યતા છે.

5 ગામોમાં પ્લાસ્ટિકની ગંદકી દૂર કરી બાંકડા બનાવ્યા
રિલાયન્સ ફાઉન્ડેશનના વ્રજલાલ ભાઈ રાજગોરે જણાવ્યું કે રાધનપુરના નાયતવાડા, ચલવાડા, અબિયાણા, મશાલી, ધોડકડા ગામમાંથી પ્લાસ્ટીકના કચરાની ગંદકી દૂર કરવા માટે પંચાયતના સહકારથી ગામમાં કચરાપેટીઓ મુકી સિંગલયૂઝ પ્લાસ્ટિક એકત્ર કરી અમદાવાદની કંપની સાથે સંકલન કરી પ્લાસ્ટિકનો કચરો અમદાવાદ મોકલાવી તેને ઓગાળી તેમાંથી બાંકડા બનાવવામાં આવ્યા હતા અને તે પ્લાસ્ટિકના બાંકડા ગ્રામ પંચાયતોને ભેટ આપવામાં આવ્યા હતા.

X
Reliance Foundation will adopt Shankeshwar to make it plastic free
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી