રાધનપુર / અલ્પેશે મંજૂર કરેલા 61માંથી એકપણ કામ ન થયા

not a single work done in 61 works approved by alpesh thakor

  • કોંગ્રેસમાંથી દોઢ વરસ ધારાસભ્ય રહેલા અલ્પેશ ઠાકોરે ભાજપમાં ખેસ ધારણ કર્યો

Divyabhaskar.com

Jul 19, 2019, 09:40 AM IST

પાટણઃ કોંગ્રેસમાંથી રાધનપુર ધારાસભ્ય બન્યા બાદ રાજીનામું આપી ગુરુવારે અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાઈ કેસરિયા કરી લીધા છે પરંતુ રાધનપુર ધારાસભ્ય તરીકેના તેમના દોઢ વર્ષના કાર્યકાળમાં તેઓ તેમના પછાત મતવિસ્તારની કાયાપલટ કરવામાં સફળ ન થતા અને તેમણે માત્ર ઠાલા વચનો આપ્યા હોવાથી આ વિસ્તારના લોકોમાં તેમના પ્રત્યે ભારોભાર અસંતોષ છે.

રાધનપુર ધારાસભ્ય તરીકે અલ્પેશ ઠાકોરે તેમની ગ્રાન્ટમાંથી વર્ષ 2018 19 મા રૂ 1.39 કરોડના 66 કામો કરવા માટે સુચવ્યા હતા તે પૈકી રૂ 1.23 કરોડના 61 કામોને પ્રાથમિક મંજૂરી અને રૂ94.86 કરોડના 42 કામોને વહીવટી મંજૂરી મળી હતી પરંતુ તેમાંથી હજુ સુધી એ પણ કામ પૂર્ણ થયું નથી. જ્યારે વર્ષ 2019 20 મા ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા પહેલા તેમણે 1.67 કરોડના 56 કામો સૂચવ્યા છે તેમણે હજુ હમણાં જ કામો સૂચવ્યા હોવાથી તંત્રએ હજુ એ પણ કામ ને પ્રાથમિક કે વહીવટી મંજૂરી આપી નથી તેમણે સૂકવેલા કામો ગાઈડલાઈન પ્રમાણે ના છે કે કેમ તે તંત્ર દ્વારા ચકાસવામાં આવશે જે કામો ગાઈડલાઈન વિરુદ્ધ હશે તે દુર કરી દેવાશે. હવે તેઓ ધારાસભ્ય નથી ત્યારે તેમની ગ્રાન્ટમાંથી જે રકમ વધશે તે તેમના મત વિસ્તારની રાધનપુર સાંતલપુર અને સમી તાલુકા પંચાયતને અડધા ભાગે ફાળવવાશે. તેવું તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.

દુષ્કાળ જેવી સ્થિતિ છતાં ધારાસભ્ય ગામોમાં ફરકયા નહીં
રણકાંઠાના રાધનપુર સાંતલપુર વિસ્તારમાં દુષ્કાળ જેવી સ્થિતિ ના કારણે લોકોએ પીવાના પાણી અને ઘાસચારાની સખત સમસ્યાનો સામનો કરી દિવસો પસાર કર્યા છે છતાં અલ્પેશ ઠાકોરે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે છેવાડાના ગામો ની મુલાકાત કરી લોકોની મુશ્કેલી જાણે તેના નિરાકરણ માટે સહેજ પણ તસ્દી લીધી નથી વિસ્તારમાં પણ તેમની પાંખી હાજરી રહી છે લોક સંપર્ક પણ કર્યો નથી લોકોના ફોન પણ ઉપાડતા ન હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી ધારાસભ્ય તરીકે રાધનપુર આવતા ત્યારે સર્કિટ હાઉસમાં માત્ર કાર્યકરો સાથે વાતોચિતો કરી સૂચનાઓ આપી રફુચક્કર થઇ જતા હતા. તેવુ રાધનપુર વિસ્તાર ના લોકો પાસેથી જાણવા મળ્યું હતું.

મહત્વની કોઈ મિટિંગમાં હાજરી આપી નથી
અલ્પેશ ઠાકોરે રાધનપુર ધારાસભ્ય તરીકે જિલ્લા સંકલન સમિતિ જીલ્લા આયોજન સમિતિ પ્રાંત કક્ષાએ એટીવીટી તાલુકા આયોજન રોગી કલ્યાણ સમિતિ સહિતની વિસ્તારના વિકાસ માટે ની મહત્ત્વની કોઈ મીટિંગમાં હાજરી આપી નથી ધારાસભ્ય આ મિટિંગમાં અપેક્ષિત હોય છે. રાધનપુર નગરપાલિકાની ચૂંટણી વખતે દરેક વોર્ડમાં બેઠકો કરી મીઠું પાણી ગટરલાઈન ઉભરાતી હોવાથી ગંદકી સહિતની સમસ્યા દૂર કરવાના વચનો આપ્યા હતા પરંતુ તેમાનું કામ થયા નથી. તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

X
not a single work done in 61 works approved by alpesh thakor
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી