પાટણ / હારિજમાં ટેકાના ભાવે 10 દિવસમાં CCIએ માત્ર 2500 મણ કપાસ ખરીદ્યો

CCI purchased only 2500 gem cotton in 10 days at support prices in Harij

  • હારિજમાં 5000 મણ અને પાટણ  યાર્ડમાં દરરોજ 15000 મણ કપાસનો જથ્થો ઠલવાય છે

Divyabhaskar.com

Nov 11, 2019, 09:10 AM IST

પાટણ: પાટણ જિલ્લામાં એકમાત્ર હારીજ ખાતે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા છેલ્લા દસ દિવસથી ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવી રહી છે પરંતુ દસ દિવસમાં માત્ર 2500 મણ કપાસની ખરીદી કરવામાં આવી છે. ખેડૂતોને મોટા ભાગનો કપાસનો જથ્થો હરાજીમાં મફતના ભાવે વેપારીઓને વેચાણ કરવો પડે છે. જિલ્લામાં કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. પરંતુ સરકારે એકમાત્ર હારીજ ખાતે ટેકાના ભાવે કપાસની ખરીદી કરવા માટે સેન્ટરને મંજૂરી આપી છે સેન્ટર મંજૂર થયાના લાંબા સમય બાદ દિવાળી પછી લાભપાંચમના દિવસથી કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ટેકાના પ્રતિ મણે રૂ.1100 ના ભાવે કપાસની ખરીદી નો પ્રારંભ કર્યો હતો દસ દિવસમાં માત્ર 2500 મણ કપાસની ખરીદી કરવામાં આવી છે.


બીજી બાજુ પાટણ માર્કેટયાર્ડમાં દરરોજ 15000 મણ થી વધુ કપાસનો નો જથ્થો આવી રહ્યો છે જ્યારે હારીજ માર્કેટયાર્ડમાં દરરોજ5000 મણ જેટલો કપાસનો જથ્થો આવી રહ્યો છે ટેકાના ભાવ કરતાં માર્કેટયાર્ડમાં ખેડૂતોને નીચા ભાવ મળી રહ્યા છે માર્કેટયાર્ડમાં પ્રતિ મણે રૂપિયા 900થી1081 ના ભાવ પડે છે. ખેડૂતોને કપાસ ના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે કપાસની ખરીદી કરવા માટે સરકારે હારીજ ખાતે સેન્ટરનો પ્રારંભ તો કર્યો છે પરંતુ કપાસનો જથ્થો ખૂબ ઓછા પ્રમાણમાં ખરીદી રહ્યો છે.


ખેડૂતો રોકડા પૈસા નો આગ્રહ રાખે છે
કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સેન્ટર ઇન ચાર્જ મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ટેકાના ભાવે ખરીદેલા કપાસ નાણાં ખેડૂત ના એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે ખેડૂતોને રોકડા પૈસા ની જરૂરિયાત રહેતી હોવાથી ટેકાના ભાવે આપવાનો આગ્રહ ઓછો રાખે છે જ્યારે હારીજ માર્કેટયાર્ડના સેક્રેટરી નરસિંહભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વરસાદ ના કારણે કપાસનો પાક બગડ્યો હોવાથી ખૂબ સારી ગુણવત્તા નથી જેના કારણે મોટાભાગનો જથ્થો માર્કેટમાં આવે છે.


ખેડૂતોની કપરી પરિસ્થિતિમાં સરકારે ગુણવત્તાનો આગ્રહ ન રાખવો જોઈએ : ખેડૂત
જુનામાકા ગામના ખેડૂત નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે વરસાદના કારણે ખેતી બગડતા ખેડૂતો કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે કપાસના પાકમાં સરકારે સારી ગુણવત્તાની અપેક્ષા રાખ્યા વગર ખેડૂતોના હિતમાં જે ગુણવત્તાનો જથ્થો હોય તે ખરીદી લેવો જોઈએ અને નાણાં ઝડપથી મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

X
CCI purchased only 2500 gem cotton in 10 days at support prices in Harij
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી