પાટણ / ભાઇ-ભત્રીજીની હત્યારી કિન્નરીને જેલમાં સફાઇનું કહેતાં મેટ્રનનું ગળું દબાવી દીધું

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

  • પાટણના ચકચારી જીગર-માહી હત્યા કેસની આરોપી કિન્નરીએ  
  • મહિલા કર્મીને મારપીટ કરતાં અન્ય જેલમાં મોકલવા અરજ કરાઇ 

Divyabhaskar.com

Jul 19, 2019, 09:31 AM IST

પાટણઃ પાટણના ચકચારી જીગર -માહી હત્યા કેસની આરોપી કિન્નરી હાલે પાટણ સબજેલમાં દિવસો વિતાવી રહી છે તેને જેલની મહિલા મેટ્રને કિન્નરીને બેરેકની સફાઇ કરવા કહેતાં તે ઉશ્કેરાઇ ગઇ હતી અને ગળુ દબાવી મારામારી પણ કરી હતી. જેને લઇ તેણીને અન્ય જેલમાં મોકલી આપવા જેલ અધિક્ષક દ્વારા અરજ કરાઇ હતી. જોકે પાટણ ચિફ કોર્ટે જેલમાં શાંતિ જાળવવાની કિન્નરીની બાંયધરી બાદ પાટણ સબજેલમાંજ રાખવા હુકમ કર્યો હતો.

સગા ભાઇ જીગર અને પછી તેની 14 માસની દિકરી માહીને ધતુરાના બીજનું પાણી અને સાઇનાઇડ આપીને મોત નીપજાવનાર કિન્નરી પાટણની સુજનીપુર સબજેલમાં કાચા કામની કેદી તરીકે છે. ગત 5 જુલાઇના રોજ મહિલા કેદીઓ બેરેકની સફાઇ કરતી હતી ત્યારે મહિલા મેટ્રને કિન્નરીને સફાઇ કરવા કહેતાં તેણે મેટ્રનને નખના ઉઝરડા ભરી ગળું પકડી દબાવી પેટના ભાગ લાત મારી હતી. આ ઘટનાના પગલે જેલ સુપ્રિન્ટેન્ડેન્ટે તેણીને પાલનપુર કે અન્ય જેલમાં બદલી કરવા અરજ કરી હતી. જોકે કિન્નરીએ બાદમાં માફી માંગી શાંતિ જાળવવા લેખીત ખાત્રી આપેલી હોઇ ચિફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ ટી.જે.પટેલે તેણીને અહીંજ રાખવા હુકમ કર્યો હતો.

X
ફાઈલ તસવીરફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી