તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાટણઃ મહારાષ્ટ્રની એક મહિલાને સારો છોકરો અને સારું ઘર હોઈ લગ્ન કરવા તૈયાર કરી વિજાપુરની મહિલાએ તેની જાણ બહાર જ રૂ.1.25 લાખમાં વારાહીમાં વેચી મારી હતી તેમજ તેણીને ત્રણ મહિના સુધી ઘરમાં ગોંધી રાખીને તેમાંના એક શખ્સે સતત બે મહિના સુધી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જે અંગે મહિલાએ વારાહી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
મહિલાની જાણ બહાર વિશ્વાસઘાત કરી રૂ. 1.25 લાખમાં વેચી મારી
મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે રહેતી ઉષાબેન ઠાકોરે મહારાષ્ટ્રની એક જરૂરતમંદ મહિલાને ત્રણ માસ અગાઉ સારા ઘરે લગ્ન કરાવી આપવાની લાલચ આપી તેમાં ભોળવી પૂર્વ કાવતરું રચી વારાહી ખાતે લાવી હતી જ્યાં સુરેશભાઈ કાંતિભાઈ રાણાવા સહિત તેમના પરિવારના સભ્યો સાથે મુલાકાત કરાવી હતી. તેમજ મહિલાની જાણ બહાર વિશ્વાસઘાત કરી રૂ. 1.25 લાખમાં વેચી મારી હતી. ત્યારબાદ સુરેશના પરિવારે મહિલા પાસેનો મોબાઈલ અને આધારકાર્ડ પડાવી લઇ બળજબરી પૂર્વક આશરે ત્રણ મહિના સુધી ઘરના રૂમમાં જ ગોંધી રાખી હતી જ્યાં રાણાવા સુરેશ કાંતિભાઈ દ્વારા સતત બે માસથી મહિલાની મરજી વિરુદ્ધ તેના પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યો હતો.
જાનથી મારી નાખવાની ધમકી આપી
આ શખ્સોએ તેણીને કોઇને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પરંતુ કોઇ પણ રીતે આ મહિલાએ 181 હેલ્પલાઇનની મદદ મેળવી લેતાં તેનો અા
પરિવારના શખ્સોના કબજામાંથી છૂટકારો થયો હતો. બાદમાં મહિલાએ વારાહી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.