પાટણ / રજામાંયે બાળકને શાળા આવવાનું મન થાય તે માટે બનાવી બાલવાટિકા

Kindergarten designed for the child to come to school on holiday

  • 24 સીસીટીવીથી સજ્જ ચંદ્રુમાણા પ્રાથમિક શાળામાં એરકંડીશન્ડ લેબ પણ છે

Divyabhaskar.com

Sep 16, 2019, 08:43 AM IST

પાટણઃ બાળકો શાળામાં ભણવા આવવા પ્રેરિત થાય અને ડ્રોપઆઉટ બિલકુલ ન રહે તે માટે પાટણના ચંદ્રુમાણા ગામની અનુપમ પ્રાથમિક શાળામાં સવા લાખ રૂપિયાના ખર્ચે સુંદર બાલવાટિકા બનાવાઇ છે. જેમાં બાળકો માટે હીંચકા, લપસણી અને ચકરડી સહિતનાં મનોરંજનનાં સાધનો ગોઠવાયાં છે. શુક્રવારે અત્રે યોજાયેલા પાટણ તાલુકા ગણિત વિજ્ઞાન પ્રદર્શન પ્રસંગે આ બાલવાટિકાનું લોકાર્પણ કરાયું હતું.

આ શાળામાં 24 સીસીટીવી કેમેરા લગાવાયાં છે. જેમાં દાતાઓના સહયોગથી 16 અને સરકાર તરફથી 8 કેમેરા ફીટ કરાયા છે. શાળાના બગીચા વૃંદાવનમાં 150થી વધુ જાતના 700થી વધુ છોડ વાવ્યા છે.

લાયબ્રેરીમાં 4992 પુસ્તકો છે, જેને સજાવટ સાથે ખુલ્લામાં ગોઠવેલાં છે. બાળકો પુસ્તક લઇ બેન્ચ પર બેસી વાંચી પાછું મૂકી દે છે. શાળામાં એરકંડીશનર લેબ પણ બનાવાઇ છે, જેમાં તમામ પ્રયોગ કરાવાય છે. પાછલા ત્રણ વર્ષથી ધોરણ 8ના બાળકો પાંચ દિવસનું જ દિવાળી વેકેશન ભોગવે છે, અન્ય દિવસોમાં તેમને નેશનલ મિન્સ મેરિટ સ્કોલરશીપ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવાય છે, જેના સારા પરિણામ મળ્યા છે અને શાળાના છાત્રો તાલુકા શાળામાં પ્રથમ નંબરે આવી રહ્યા છે.

મોબાઇલ એપથી વાલીને અપડેટ રખાય છે
ચાર વર્ષથી શાળાની પોતાની મોબાઇલ એપ છે. જેમાં ઓનલાઇન હાજરી પૂરાય છે. હવે સરકાર દ્વારા ઓનલાઇન હાજરીની સિસ્ટમ અમલી થશે એટલે તેનો અમલ થશે. સાથે શાળાની એપ દ્વારા વાલીઓનો સીધો સંપર્ક હાલની જેમ જાળવી રખાશે. બાળકની નિયમિતતા, તેના માર્કસ, તેની રીતભાત આ બધાથી વાલીઓને અવગત કરાય છે.

X
Kindergarten designed for the child to come to school on holiday
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી