ચૂંટણી સમયે જાહેરનામા ભંગની ફરિયાદની મુદતે ચાણસ્મા કોર્ટમાં હાર્દિક હાજર થયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અલ્પેશે ભાજપમાં પણ ઠાકોર સમાજ, નોકરી, દારૂબંધી મુદ્દે લડત ચાલુ રાખવી જોઇએ તેવી હાર્દિક પટેલે સલાહ આપી

પાટણઃ પાટીદાર નેતા હાર્દિક પટેલે શુક્રવારે પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે કોર્ટમાં મુદતે હાજરી આપી હતી. કોર્ટ બહાર તેણે કાર્યકરો અને મીડીયા સાથે વાત કરતાં અલ્પેશ ઠાકોરને સલાહ આપી હતી. હાર્દિક પટેલે જણાવ્યું કે અલ્પેશને જે મુદ્દે લોકોએ સહકાર આપ્યો હતો તેને ભૂલી જવા ન જોઇએ.તેણે કહ્યું કે અલ્પેશે શું કર્યું તે તમે જાણો છો પણ હું કોંગ્રેસ અને તમારી સૌની સાથે છું.
 
ગત વિધાનસભા ચુંટણી વખતે હાર્દિક પટેલે ચાણસ્માના લણવામાં મંજુરી વગર સભાને સંબોધી હતી. જેને લઇ મામલતદાર દ્વારા ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગની ફરીયાદ દાખલ કરાઇ હતી તેની મુદતો ચાલી રહી છે. શુક્રવારે તેની મુદત હોવાથી હાર્દિક ચાણસ્મા આવી પહોંચ્યો હતો. તે કોર્ટમાં જઇ હાજર થઇ કામ પુરુ થયે થોડોક રોકાઇ નિકળી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...