પાટણ / પૂર્વ પાલિકા પ્રમુખે વોટસએપ ગ્રૂપમાં અશ્લીલ વીડિયો મૂકતાં જ ભડકો થયો, બચાવ કરતાં કહ્યું- બીજાએ મૂક્યા છે

Former municipal president says 16 pornographic videos were placed in WhatsApp group

  • પાટણના સ્થાનિક ગૃપમાં રાત્રીના 11: 15 કલાકે સેન્ડ કર્યા બાદ બીજા દિવસ સુધી ડિલીટ પણ ન કરતાં સભ્યોએ ભડાશ કાઢી

Divyabhaskar.com

Dec 04, 2019, 09:31 AM IST

પાટણ: પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા મનોજ ઝવેરીએ વોટ્સએપ એકાઉન્ટ પરથી સોમવારે રાત્રે 11: 15 કલાકે સ્થાનિક વોટ્સઅપ ગૃપમાં 16 અશ્લીલ વીડિયો સેન્ડ કરતાં ગૃપના સભ્યો ભડકી ઊઠ્યા હતા. જેનો લૂલો બચાવ કરતાં મનોજે કહ્યું કે, મને તો મોબાઇલ ચાલુ બંધ કરવા સિવાય કંઇ આવડતું નથી. ચોંકાવનારી બાબત તો એ છે કે, આ મુદ્દો મંગળવારે શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનતાં મનોજ પોતે તો આ ગૃપમાંથી નીકળી ગયો, પરંતુ 20 કલાક બાદ પણ આ ગૃપમાં વીડિયો જોવા મળ્યા હતા.


પાટણના સ્થાનિક વોટ્સઅપ ગૃપમાં નેતાઓ, સંસ્થાઓની મહિલા પ્રમુખો, અધિકારીઓ અને વેપારીઓ સહિતના લોકો સામેલ છે. જેમાં સોમવારે રાત્રે 11:15 મિનિટે પાલિકાના પૂર્વ પ્રમુખ મનોજ ઝવેરીના મોબાઇલ નંબર 98795 66170 વોટસએપ એકાઉન્ટમાંથી 202 એમબીના 16 અશ્લીલ વીડિયો સેન્ડ કર્યા હતા. મંગળવારે ધીમેધીમે વાત શહેરમાં પ્રસરી ગઇ હતી. જેથી શરમમાં મૂકાયેલા મનોજે વીડિયો મેસેજ કરી કોઇએ તેના ફોનનો દુરુપયોગ કર્યો હોવાનો લૂલો બચાવ કર્યો હતો. મનોજ ઝવેરીએ જણાવ્યું કે, હું રાત્રે લગ્ન પ્રસંગના વરઘોડામાં હતો. દોશીવટ બજારથી હું જોડાયો હતો અને દેના બેંક પાસે પહોંચતાં સુધીમાં રાત્રે 11 કલાકના અરસામાં મોબાઇલ ખોવાયો હતો અને દેનાબેંક પાસે આવતાં શોધતા હતા, ત્યારે વરઘોડામાં કપડાં પહેર્યા હોય તેવો છોકરો મોબાઇલ તેને મળ્યો હતો તેમ કહી આપી ગયો. ત્યાર પછી ગૃપ એડમીનનો ફોન આવ્યો ત્યારે ખબર પડી હતી. જોકે તરત જ ગૃપમાંથી લેફ્ટ થઇ ગયો હતો.


ભાજપે કહ્યું, નોટિસ આપી ખુલાસો પૂછીશું
જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઇ પટેલે જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં અશ્લીલ વીડિયો મામલે અમને જાણ થઇ છે. આ ખૂબ ખરાબ બાબત છે. તેમને નોટિસ આપી સાચી તપાસ કરવામાં આવશે અને જો સાચું હશે તો પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે, પક્ષની છબી ખરડાય તે જરાય ચલાવી લેવાશે નહીં.


મનોજની એ ત્રણ બાબતો જે શંકા ઉપજાવી રહી છે....
1. મનોજે કહ્યું, મને મોબાઇલ ચાલુ બંધ સિવાય કંઇ આવડતું નથી. જ્યારે તેઓ વોટસએપ અને ફેસબુક એકાઉન્ટ પણ વાપરે છે.
2. ખોવાયેલો મોબાઇલ વરઘોડામાં કપડાં પહેર્યા હોય તેવો છોકરો આપી ગયો. શું આ છોકરાને ખબર હતી કે આ મોબાઇલ મનોજભાઇનો જ છે.
3. બીજા દિવસે એડમિને કહ્યું ત્યારે ખબર પડી. પણ પોતે તે જ રાત્રે 11-50થી 11-59 વાગ્યા સુધીમાં ગૃપમાંથી નીકળી ગયા હતા.


કોઇ ઇર્ષાખોરે કાવતરું કર્યું લાગે છે : મનોજ
મને મોબાઈલ ચાલુ અને બંધ કરવા સિવાય કંઈ આવડતું નથી. મને કોઈએ બદનામ કરવા માટે કોઇ ઇર્ષાખોરે આ કાવતરું કર્યું લાગે છે. મને એવું લાગી રહ્યું છે કે કોઇએ તે છોકરા સાથે ફોન મોકલાવેલ હશે. બીજું હું આઘાતમાંથી બહાર આવીશ એટલે પોલીસ પાસે જઇશ. - મનોજ ઝવેરી, પૂર્વ પાલિકા પ્રમુખ


શરમ |ગૃપના સભ્યોએ બરાબરનો ઝાટક્યો
* અરે આ શ્રીમાન કોણ છે કે આવા વિકૃત માણસ ધરાવે છે. જેમને ખ્યાલ જ નથી કે આ સમાચારનું ગ્રૂપ છે. અને આમાં સ્ત્રીઓ કે માં બહેનો પણ જોડાયેલા છે.
* પૂછયા વગર આને સીધો ગ્રૂપની બહાર કરો ભાઈ... આવી વિકૃત માનસિકતા ધરાવતા નિર્લજ્જ લોકો જ બળાત્કારના ગુનાકરતા હોય છે.
* ખૂબ જ શરમજનક ઘટના છે હો ભાઈ કે મીડિયાના ગ્રૂપમાં પણ આવું હોઈ શકે છે ?

X
Former municipal president says 16 pornographic videos were placed in WhatsApp group

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી