પાટણ / ધારેવાડા ચોકી પર પોલીસે વાહન ચેકિંગ કરતા ડુપ્લિકેટ પોલીસ સબ ઇન્સપેકટર ઝડપાયો

આરોપી શખ્સની તસવીર
આરોપી શખ્સની તસવીર

  • પોલીસે તમામ આઇકાર્ડ બોર્ડ અને ગાડી જપ્ત કરીને તેની સામે સિદ્વપુર પોલીસ મથકે ગુનો નોંધ્યો
  • સિદ્વપુર પોલીસ મથકમાં શખ્સને છાતીમાં દુઃખાવો ઉપડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો 

Divyabhaskar.com

Aug 13, 2019, 08:19 PM IST

પાટણઃ ધારેવાડા ચોકી પર સોમવારે બપોરે પોલીસ વાહન ચેંકિંગ કરતી હતી ત્યારે આઇટેન ગાડી લઇને નીકળેલા શખ્સને રોકતા તેણે પોતાની ઓળખ પોલીસ સબ ઇન્સપેકટર તરીકે આપી આઇકાર્ડ બતાવ્યું હતું. પોલીસને શંકા જતા પોલીસ વધુ તપાસ કરતા પોલીસની ખોટી ઓળખ આપી હોવાનું જણાવ્યુ હતું અને ચાર આઇકાર્ડ સહિત પોલીસ લખેલું બોર્ડ અને ગાડી જપ્ત કરી તેની અટકાયત કરવામાં આવી હતી. સિદ્વપુર પોલીસ મથકે આ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, આ સમયે અચાનક જ શખ્સને છાતીમાં દુઃખાવો ઉપડતા તેને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

X
આરોપી શખ્સની તસવીરઆરોપી શખ્સની તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી