તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મણુંદમાં યુવતીને મળવા આવેલા જોટાણાના શખ્સે પ્રેમિકાના મામાની છરીથી હત્યા કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જોટાણાનો યુવક અને તેનો મિત્ર અડધી રાત્રે યુવતીને મળવા આવતા યુવતીના મોટા બાપા અને મામાએ પીછો કર્યો હતો

પાટણ,ચાણસ્મા: પાટણ તાલુકાના મણુંદ ગામે શંકર કોલેજ સામે સીમ વિસ્તારમાં રહેતી યુવતીને રાતના અંધારામાં મળવા માટે આવેલા  જોટાણાના શખ્શે શુક્રવારે અડધી રાત્રે તેને પકડવા આવેલા  યુવતીના બે સબંધીઓ પર  પેપરમીલ નજીક જાનથી મારી નાખવાના ઇરાદે છરી વડે જીવલેણ હુમલો કરતાં કાંતિભાઈ રાવળનું ઘટનાસ્થળે મોત થયું હતું  જ્યારે તેમની સાથેના સબંધીને ગંભીર ઇજાઓ થઇ હતી. 
 
જોટાણાના મોદીપુર ગામના વતની અને હાલ પાટણ તાલુકાના મણુંદ ખાતે સીમ વિસ્તારમાં રહેતા મુકેશભાઈ ચતુરભાઈ રાવળના નાનાભાઈ અમૃતભાઇ રાવળની દીકરી  સાથે જોટાણાનો કલ્પેશસિંહ પ્રવિણસિંહ વાઘેલા આડા સબંધ રાખતો હોવાથી તેણીને છેલ્લા બે-એક માસથી મણુંદ ગામે મુકેશભાઈ તેમના ઘરે લાવેલ હતા. શુક્રવારે અડધી રાત્રે  કલ્પેશ વાઘેલા તેના મિત્ર સાથે બાઈક પર મણુંદ ગામે યુવતીને મળવા માટે મુકેશભાઈના ઘર સુધી આવી ગયો હતો પણ  મુકેશભાઈના પત્ની જાગી જતા  બૂમાબૂમ કરતા બંને જણા  નાસી ગયા હતા.


એ વખતે મુકેશભાઈ અને તેમના ઘરે આવેલા મણુદના ઇન્દિરા નગરમાં રહેતા તેમના મામા કાંતિભાઇ હરચંદભાઇ રાવળે રિક્ષામાં પીછો કર્યો હતો. શેલાવી ફાટકથી મણુંદ તરફ પેપરમીલ નજીક  કલ્પેશ વાઘેલાએ  છરીથી  કાંતિભાઈને છાતીના ભાગે ઘા મારતાં સ્થળ પર જ મોત થયુ હતુ. જ્યારે મુકેશભાઈને હાથના ભાગે  ઇજાઓ થતાં  ધીણોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડાયા હતા. આ અંગે મુકેશભાઈ રાવળે  ચાણસ્મા પોલીસ મથકે કલ્પેશ  વાઘેલા અને તેના મિત્ર સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ચાણસ્મા પી.આઈ એસ.એ.ગોહિલે જણાવ્યું  કે સ્થળ પર જઇ પંચનામું કરી પીએમ કરાવાયું હતું. છરીના ઘા લાગવાથી મોત થયું હતું. આરોપી પકડવા જોટાણા પણ તપાસ કરી છે એલસીબી અને ચાણસ્મા પોલીસ શોધખોળ કરી રહી છે.