તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ પર જીવલેણ હુમલો કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ: સમી તાલુકાના ધધાણા ગામે પ્રચારના આયોજન માટે ગયેલા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ભરત આર્ય ઉપર સમી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનના ભાઈઓએ મારા ભાઈને કેમ પ્રમુખ ન બનવા દીધો અને તાલુકામાં આવવાની ના પડી હોવા છતાં કેમ પગ મુક્યો તેમ કહીને પાઇપો વડે હુમલો કરાતા તેઓને બન્ને પગ સહીત હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેઓને પાટણ ખાતે સારવાર કરવામાં આવી રહી છે. આ ઘટનાને લઇ ભાજપના વર્તુળોમાં તેમજ લોકોમાં ચકચાર મચી જવા પામી હતી.સમી પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.
અહીંયા કેમ પગ મૂકે છે તેમ કહી પાઇપો વડે હુમલો કર્યો 
જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને હાલના રાધનપુર વિધાનસભાના વાલી ભરત આર્ય મંગળવારના રોજ સમી તાલુકાના ધધાણા ગામે રાખવામાં આવેલ શક્તિ કેન્દ્રમાં કાર્યકરોને પ્રચાર માટે માર્ગદર્શન આપવા માટે આશરે 11 વાગ્યાના અરસામાં ગયા હતા ત્યારે ભરત આર્ય ભરવાડ વાસ પાસે ગાડીમાંથી ઉતરતાંજ સમી તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ દાનાભાઇ પથુભાઈ સિંધવના ભાઈ રામાભાઇ અને ભરતભાઈ બન્ને તેમની પાસે આવ્યા હતા અને મારા ભાઈને તાલુકા પંચાયતના પ્રમુખ તે બનવા દીધા નથી જેથી તને અમે તાલુકામાં આવવાની ના પાડી છે તેમ છતાં અહીંયા કેમ પગ મૂકે છે તેમ કહી પાઇપો વડે હુમલો કર્યો હતો ત્યારે આસપાસના લોકો દોડી આવ્યા હતા. ત્યારે બંને શખ્શો ગાડીમાં બેસી રવાના થઇ ગયા હતા બાદમા ઈજાગ્રસ્તને સારવાર અર્થે પાટણમાં ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પક્ષના નેતાઓ કાર્યકરો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.ભરત આર્યના બન્ને પગ અને જમણો હાથ ફેક્ચર થઇ જતાં ડો. વિમલ ગાંધીના ત્યાં સારવાર હાથ ધરાઇ હતી
તાલુકા પંચાયતના પ્રમુખ ન બનાવતા મારી પર હુમલો કર્યો છે

ભરત આર્યએ જણાવ્યું હતું કે અમારા પક્ષના દાનાભાઇ સિંધવને સમી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનવું હતું પરંતુ પક્ષે ન બનાવતા તેમને મારી પર કિન્નાખોરી રાખી અગાઉ પણ મને ઘરે આવીને તાલુકામાં પગ ના મુકવાની ધમકીઓ આપી હતી તો આજે તેમને કાવતરું ઘડી તેમના ભાઈઓ દ્વારા મારી પર હુમલો કરાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...