તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનમાં જેમ માતમ છવાયો હતો તેમ કોંગ્રેસમાં પણ માતમ છવાયો હતો: અમિત શાહ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસા:  ડીસામાં સોમવારે બપોરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં રોડ શો યોજ્ય બાદ જંગી સભા યોજાઈ હતી જેમાં અમિત શાહે કોંગ્રેસ પર પાકિસ્તાન સાથે ‘ઇલુઇલુ’ કરવાનો ટોણો માર્યો હતો. તેમણે કહ્યું હતું કે, નહેર પરિવારે 55 વર્ષ સુધી દેશ પર રાજ કર્યું ગરીબી તો ન હટી પરંતુ ગરીબો હટવાનું કામ કર્યું.સભામાં  જીતુ વાઘાણી, કે.સી.પટેલ, હરિભાઈ ચોધરી તેમજ લોકસભા ઉમદેવાર પરબતભાઈ પટેલ સહીત હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા છે.

મોદીના માહોલ અંગે...અમિત શાહે કહ્યું - સાડા ત્રણ મહિનામાં 242 લોકસભાની બેઠકો પર પ્રચાર કરતો કરતો આજે ડીસા આવ્યો છું. હું જ્યાં પ્રચાર કરવા ગયો તે તમામ સ્થળ પર મોદી... મોદી...નો અવાજ સાંભળ્યો છે. ગાંધી પરિવાર ચાર પેઢીથી ગરીબી હટાવાની વાત કરી રહ્યા છે. તોય મેળ પડતો નથી. રાહુલ શું ગરીબી હટાવશેે. 

અને રાષ્ટ્રવાદ પર...  : મોદીએ સૌથી મોટું કામ દેશને સુરક્ષિત રાખવાનું કર્યું છે. પણ આતંકીઓ પાક.માં મર્યા અને તેલ રાહુલના પેટમાં રેડાયું હતું. જો પાક. તરફથી એક ગોળી આવશે તો ભારતીય જનતા પાર્ટી તેનો જવાબ તોપના ગોળાથી આપશે.

હવે કોઈની પણ આવક 12 હજારથી ઓછી નહીં: રાહુલ- મહુવા તાલુકાના આસરાણા ખાતે ચુંટણી પ્રચારમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતુ કે પ્રધાનમંત્રી અદાણી અને અંબાણીના ચોકીદાર છે. ખેડૂતો, મજુરો અને બેરોજગારોના ચોકીદાર નથી. અમે પાંચ કરોડ ગરીબોના ખીસ્સામા દર વર્ષે 72 હજાર નાખીશું. જેનાથી લોકો ખરીદી કરશે, ફેકટરીઓ ચાલુ થશે અને હિન્દુસ્તાનનુ એન્જીન દોડતુ થશે. તેમણે દેશના ગરીબોને અન્યાય કર્યો છે તેની સામે અમે ન્યાય લાવ્યા છીએ. હવે પછી કોઇની આવક 12 હજારથી ઓછી નહી હોય.

કોંગ્રેસ ન્યાય યોજના અંગે...: રાહુલે કહ્યું - ન્યાય યોજના હેઠળ મહિલાઓના ખાતામાં રૂપિયા જમા થશે. ભાજપ કહે છે પૈસા ક્યાંથી આવશે ? ન્યાય યોજનાના પૈસા ભાગેડુઓના બેંક ખાતામાંથી આવશે. મહિલાઓના ખાતામાં પૈસા જમા થશે. 

ખેડૂતો પર ... મોદી સરકારમાં ઉદ્યોગપતિના દેવા માફ થાય છે પરંતુ ખેડૂતોના થતાં નથી. ખેડૂતોની થોડી પણ લોન બાકી હોય તો તેમને જેલમાં મોકલી દેવામાં આવે છે. 2019 પછી જો કોંગ્રેસની સરકાર આવશે તો એટલે બે બજેટ બનશે. એક નેશનલ બજેટ અને એક કોંગ્રેસ બજેટ હશે.

અન્ય સમાચારો પણ છે...