તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં આરોગ્યની મહિલા કર્મચારીએ ધૂણી સરકાર સમક્ષ માગણીઓ રજૂ કરી દેખાવ કર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિલા કર્મચારીએ ધૂણી સરકાર સમક્ષ માગણીઓ રજૂ કરી - Divya Bhaskar
મહિલા કર્મચારીએ ધૂણી સરકાર સમક્ષ માગણીઓ રજૂ કરી
  • હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓએ મહેંદી મૂકી સરકાર સામે અનોખો વિરોધ કર્યો
  • ધરણા કાર્યક્રમમાં મહિલા આરોગ્ય કર્મચારી ધૂણતા રમુજ ફેલાઈ
પાટણ: પાટણ સહિત સમગ્ર રાજ્યમાં પડતર પ્રશ્નો મુદ્દે આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ ચાલી રહી છે ત્યારે સોમવારે 11મા દિવસે પાટણ જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય કર્મચારીઓએ ધરણા કરી મહેંદી મૂકીને સરકારનો અનોખો વિરોધ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન એક મહિલા કર્મચારીએ ધૂણી ને સરકાર સમક્ષ વિવિધ માગણીઓ રજૂ કરી હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ ચાલ્યો હતો.

છેલ્લા 11 દિવસથી આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર છે વિવિધ કાર્યક્રમો આપી સરકાર સામે દેખાવો કરી રહ્યા છે છતાં હજુ સરકાર સાંભળતી ન હોવાથી સોમવારે પાટણ જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય કર્મચારીઓએ ધરણાની સાથે મહેંદી મૂકી દેખાવ કરવાનો એક કાર્યક્રમ કર્યો હતો આ દરમિયાન ધરણા પર બેઠેલા એક મહિલા આરોગ્ય કર્મચારીએ ધૂણી રેડી ગાતા ગાતા સરકાર સમક્ષ માંગણીઓ રજૂ કરી હતી,

જેમાં રૂપાણી સાહેબ અમારા પ્રશ્નોનો નિકાલ લાવો તમે.11 દિવસથી અમે બેઠા છીએ પણ તમે સાંભળતા નથી.અમે આરોગ્યના કર્મચારી કહેવાઈએ અમારી વાત સાંભળો તમે રૂપાણી સાહેબ ગ્રેડ પ્રે આપો ગ્રેડપ્રે લીધા વગર અમે જવાના નથી તેવી માગણી રજુ કરી હતી તેમજ મહિલા કર્મચારીની  બાજુમાં બેઠેલા આરોગ્ય કર્મચારી મહાસંઘના જિલ્લા પ્રમુખ બાબુભાઇને પણ તે મહિલા કર્મચારીએ રેડી ગાતા કહ્યું હતું કે ધીરજ રાખજો તમે,ધીરજના ફળ મીઠા છે તેમના દેખાવથી લોકોમાં રમુજ થઈ હતી.

(માહિતી અને તસવીર- મૌલિક દવે,પાટણ)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો