તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીની જાહેરસભા બાદ મહિલા દીઠ રૂ. 100 આપ્યાની ઘટનાનો વીડિયો પણ વાયરલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણઃ લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક પક્ષોના સ્ટાર પ્રચારકો મેદાનમાં આવી ગયા છે. ચૂંટણી સમયે બધા પક્ષો એક બીજા ઉપર આક્ષેપબાજી કરી રહ્યા છે. મતદારોને લલચાવવા માટે અને વિવિધ લાલચો પણ આપતા હોવાના કિસ્સાઓ ચૂંટણી સમયે પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે પાટણ ખાતે કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીની જાહેરસભા હતી. જેમાં સ્મૃતિ ઇરાનીની સભા બાદ મહિલાઓને સભામાં આવવા બદલ નાણાં આપ્યા હોવાનો દાવો કરીને એક વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જેમાં જોઈ શકાય છે કે એક  મહિલા તેની સાથે રહેલી અન્ય મહિલાને  રૂ. 100 આપી રહી છે, જે બાદ આ વીડિયો પણ વાઈરલ થયો છે. જોકે, પાટણ લોકસભા બેઠક ઉપર બીજી વાર નાણાં આપતો વીડિયો વાઈરલ થયો છે. પણ આ વિડિયોની અમે પુષ્ટી કરતા નથી.  
અન્ય સમાચારો પણ છે...