તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણનો આજે 1273મો સ્થાપના દિવસ, દોઢ કિમી લાંબી શોભાયાત્રા, સિદી,આદિવાસી નૃત્યનો ઉમેરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણનો છીંડીયા દરવાજો- ફાઈલ તસવીર - Divya Bhaskar
પાટણનો છીંડીયા દરવાજો- ફાઈલ તસવીર
  • શોભાયાત્રા પાલિકા ખાતેથી નહીં પણ કાલીકા માતા મંદિરેથી નીકળશે

પાટણ: ગુજરાતની ઐતિહાસિક અને પ્રાચીન રાજધાની પાટણ નગરનો સોમવારે 1273મો સ્થાપના દિવસ ઉજવાઇ રહ્યો છે. જેમાં દર વર્ષની જેમ આ વખતે પણ ભવ્ય શોભાયાત્રા અને સ્ટેજ કાર્યક્રમ યોજાનાર છે. આ વખતે સરકાર પણ સામેલ થઇ છે અને અઢી લાખ જેટલું બજેટ ફાળવાયું હોઇ બે આદિવાસી નૃત્ય મંડળો પણ લાવ્યા છે જેઓ દ્વારા યાત્રાના રૂટમાં અને બગવાડા દરવાજા ચોક ખાતે નૃત્ય કાર્યક્રમ કરાશે. શોભાયાત્રા સહીતના આયોજનોને રવિવારે આખરી ઓપ આપ્યો હતો. આ વખતે શોભાયાત્રા પાલિકા ખાતેથી નહી પણ કાલીકા માતા મંદીરેથી નિકળશે.

ત્રિસ્તરીય કાર્યક્રમો: દરવર્ષની જેમ પાટણ નગરપાલિકા અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના સહકારથી સ્થાપનાદિન મહોત્સવ સમિતિ દ્વારા આયોજન કરાયું છે. સ્થાપના દિન પ્રસંગે ત્રિ સ્તરીય કાર્યક્રમો થશે. જેમાં રાજપૂત સમાજ દ્વારા કાળકા રોડ પર આવેલા 27 ગામ લેઉવા પાટીદાર સમાજની વાડીમાં વિરાંજલી કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય અને જીઆઇડીસી ચેરમેન બળવંતસિંહ રાજપૂતના મુખ્ય મહેમાન પદે યોજાશે. 
જેમાં શિરોહી રાજસ્થાન સ્ટેટના હિઝ હાઇનેશ રઘુવીરસિંહ, દિયોદર સ્ટેટના માનસિંહજી વાઘેલા, આડેસર સ્ટેટના યુવરાજ અજયપાલસિંહ જાડેજા, અભારાયુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો. જયેન્દ્રસિંહ જાડેજા તેમજ અન્ય મહાનુભાવો પણ સામેલ થશે. ક્ષત્રિય આભાના દર્શન થશે. રાજપુત કન્યાઓના તલવાર નૃત્ય થશે.
તેજસ્વી અને સિધ્ધીપાત્ર લોકોનું સન્માન થશે. આ પછી શોભાયાત્રા નિકળશે અને જે મુખ્ય બજારમાંથી પસાર થયા બાદ બગવાડા દરવાજા ખાતે સભામાં ફેરવાશે જેમાં સ્ટેજ કાર્યક્રમમાં ઐતિહાસિકતા અંગે પ્રવચનો યોજાશે.રાત્રે ડાયરો યોજાશે.

સ્થાપનાદિન શોભાયાત્રાના આકર્ષણો: બપોરે 2 વાગ્યે કાલિકા માતાના મંદીરેથી પ્રસ્થાન થશે
દોઢ કીમી લાંબી શોભાયાત્રા મુખ્ય બજારમાંથી પસાર થશે.
રાજવીઓના બગી રથ, બાઇકસવાર યુવાનો
15 જેટલા ટેબલો સામેલ થશે જેમાં ઐતિહાસીક પાત્રોના ચિત્રો પણ હશે.
શહીદ વીર જવાનોને શ્રધાંજલિ આપતા ટેબલોમાં ફંડ પણ એકત્ર કરાશે
સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટે પણ એક ટેબલો ગોઠવાશે
સુરેન્દ્રનગરની કન્યા છાત્રાલયની કન્યાઓ દ્વારા તલવાર રાસ
બીડી હાઇસ્કુલના છાત્રો દ્વારા યોગા કરાશે
મુસ્લિમ સમાજ પણ શોભાયાત્રા અને ઉજવણીમાં સામેલ થશે 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો