તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીપલાણામાં ખેતરમાં વાવેલો 500 કિલો ગાંજા અને અફીણનો જથ્થો ઝડપાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • બેથી અઢી વિઘાના એરંડાની આડમાં વાવેલ 500 કિલો લીલો ગાંજો અને અફિણના ડોડવા સાથે ગામનો ખેડૂત ઝડપાયો
 •  પાટણ SOG અને હારિજ પોલીસની બાતમી આધારે સંયુક્ત રેડ

હારિજઃ પાટણ એસઓજી ટિમ અને હારિજ પોલીસને પીપલાણા ગામની સીમમાં એક ખેડૂતે ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમીના આધારે મળી હતી.જેના આધારે બપોરના સુમારે સંયુક્ત રેડ કરતાં બે થી અઢી વિધા ખેતી પ્લોટમાં એરંડાની આડમા વાવેતર કરેલા ગાંજો અને અફીણનો જથ્થો ઝડપતા વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે. 


 હારીજ તાલુકાના પીપલાણાના ખેડૂત જીવણજી સરતાનજીના ભલાણા માર્ગે આવેલા તળાવ બાજુના બે થી અઢી વિઘાના ખેતરમાં એરંડાના વાવેતર વચ્ચે વચ્ચે ગાંજો તેમજ અફીણના ડોડવાના વાવેતર કર્યું હતુ જે પોલીસને બાતમી મળતાં  એસ.ઓ.જી પી.આઈ.ડી.એચ.ઝાલા રાધનપુર સી.પી.આઈ.રાઠવા અને હારીજ પી.એસ.આઈ.એચ.એલ.જોશી તેમજ પોલીસ સ્ટાફે બપોરના સુમારે સંયુક્ત રેડ કરતાં અંદાજિત 500 કિલો લીલો ગાંજો તેમજ ગાજા ભેગોજ અફીણના છોડ ઝડપી પાડી ખેડૂત જીવણજી સરતનજી ઠાકોરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

 

હારિજ પી.એસ.આઈ.એચ.એલ.જોશીના જણાવ્યા મુજબ સમગ્ર લીલો ગાંજો પોલીસ સ્ટાફ જોડે કાપણી કરાવવામા આવ્યો છે. જે જથ્થાને વજન કરવાની કર્યવાહી કરી તેની કિંમત નક્કી કરી એન.ડી.પી.એસ.મુજબ ગુનો નોંધવામાં આવશે. આગળની કાર્યવાહી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો