સરપંચની પેટા ચૂંટણીમાં 72.43% મતદાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શંખેશ્વરઃ શંખેશ્વર ખાતે ગ્રામપંચાયતના સરપંચની ચૂંટણી રવિવારે યોજાઈ હતી જેમાં 72.43 ટકા મતદાન શાંતિપૂર્ણ માહોલ પૂર્ણ થયું હતું.શંખેશ્વર ખાતે અઢી વર્ષ પહેલાં ગ્રામપંચાયત ની ચૂંટણીમાં જોષી પુષ્પાબેન દલપતરામ વિજય બન્યા હતા ત્યારે 3 મહિના પહેલા અચાનક બ્રેઇન હેમરેજ ટ્યુમર થઈ જતા અવસાન પામ્યા હતા ત્યારે સરપંચની ખાલી જગ્યા પડતા રવિવારે સરપંચની પેટા ચૂંટણી યોજાઈ હતી.
 
મહિલા સીટ હોવાથી 7 મહિલાઓ એ ચૂંટણી જંગમાં ઉતર્યા હતા, સવારે શરૂ થયેલ મતદાન સાંજે પૂર્ણ થતાં કુલ નવ બૂથમાં 6411 મતદારો પૈકી 2450 પુરુષો,2194 મહિલા મળી 4644 ના વોટીંગ સાથે 72.43 ટકા મતદાન થવા પામ્યું હતું.