તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

108ની ટીમે 20 મિનિટ સુધી કૃત્રિમ શ્વાસ આપી પ્રસૂતિ કરાવી માતા અને જોડિયા બાળકોનો જીવ બચાવ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હારિજના રસુલપુર ગામની મહિલાને પ્રસૂતિ પીડાં ઉપડતાં ડિલિવરી કરાવી

પાટણ: હારિજના રસુલપુર ગામે સગર્ભા મહિલાને ડિલિવરી સમયે હાલત લથડતા હોઈ સ્થળ પર 108 ની ટીમ દ્વારા મહિલાને ડીલેવરી કરાવતા ટ્વીન બાળકો હોઈ એક બાળક ગર્ભાશયમાં ઊંધું હોઈ ટીમ દ્વારા સૂઝબૂઝથી ડીલેવરી કરાયા બાદ બાળકનું હદય ન ધબકતા ટિમ દ્વારા સતત 20 મિનિટ સુધી કુત્રિમ શ્વાસ આપી તેને નવજીવન આપવામાં આવતા સમગ્ર પરિવાર અને ગામજનો 108 ના પાયલોટ અને ઇએમટી ની કામગીરીને બિરદાવી હતી.
હારિજ 108 ને રાત્રે ૯:૦૫ના સમયે સગર્ભા મહિલાને ડિલિવરી માટેનો ઇમરજસી કેશ માટે જાણ થતા પાઇલોટ હેમંત પ્રજાપતિ અને ઇએમટી રાકેશભાઈ તાત્કાલિક ઘટના સ્થળે રસુલપુરા (ગલ્લા) પહોંચ્યા હતા ત્યારે સગર્ભા મહિલાને ટ્વીન બાળક હતા ત્યારે પ્રસૂતિની પીડા અસહ્ય હોઈ હોસ્પિટલમાં ખસેડી શકાય તેમ સ્થળ પર ડિલિવરી કરવી પડે તેવી સ્થિતિ ઉભી થતા ઇએમટી દ્વારા તાત્કાલિક અમદાવાદ ઓફિસ સ્થિત ડોક્ટર સાથે સલાહ સૂચન કરી જરૂરી સારવાર શરૂ કરી ડિલિવરી કરાવી હતી.
પ્રથમ બાળકની નોર્મલ ડિલિવરી થયા બાદ ઇએમટીએ બીજા બાળકની ડિલેવરીની તૈયારી કરી બીજા બાળકની ડીલેવરી કરાવી હતી પરંતુ બાળક શરીરમા વાઇટલ રેકોર્ડ ( હદયના ધબકાર )ચાલુ ન હોઈ શ્વાસ ન લેતું હોઈ .સતત 15 20 મિનિટ સુધી કૃત્રિમ ઑક્સીજન આપીને બાળકનો જીવ બચાવ્યો હતો.અને બન્ને બાળકોને સારી રીતે સારવાર આપી સફળતા પૂર્વક ડિલિવરી કરાવી બાળકો અને માતાને હારિજ ખાતે સીએચસી માં રીફર કર્યા હતા ત્યાર બાદ વધુ સારવાર માટે ધારપુર ખાતે ખસેડ્યા હતા. એક બાળકની ડિલિવરી બાદ અંદાજિત 15 મિનિટ પછી બીજા બાળકનો પગ બહાર દેખાતા તપાસ દરમ્યાન બાળક ગર્ભાશયમાં ઊંધું હોવાનું માલુમ પડતા બ્રીચ વડે  ડિલિવરી કરાવા સિવાય અન્ય ઉપાય ન હોઈ અમદાવાદ સ્થિત ડોક્ટરના માર્ગદર્શન મુજબ સફળતા પૂર્વક ડીલેવરી કરાવી હતી.
તેવું ઇએમટી રાકેશભાઇએ જણાવ્યું હતુ. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો