દાંતીવાડાના મારવાડા નજીક ઓવરલોડ ઈંટો ભરેલી ટ્રક પલટી, 3 પિતરાઈનાં મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દાંતીવાડાના મારવાડા ગામ નજીક અકસ્માત
  • ટ્રકનું સ્ટેરિંગ સીધું ન થતાં બે પલટી ખાઈ ગઈ

દાંતીવાડાઃ દાંતીવાડા-જેગોલ રોડ ઉપર મારવાડા નજીક શનિવારે સાંજે ઓવરલોડ ઇંટો ભરી પસાર થતી ટ્રક પલ્ટી ખાતાં ટ્રક ચાલક સહિત ચાર મજૂર દટાતાં ત્રણનાં ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા.જ્યારે એકને ઈજા થતાં પાલનપુર સિવિલ હોસ્પિટમાં ખસેડયો હતો. ત્રણેય મૃતકો પિતરાઇ ભાઈઓ હતા અને ડીસા તાલુકાના ભોયણ ગામના વતની હતા.

જેસીબી દ્વારા ત્રણેય મૃતદેહો બહાર કાઢ્યાં
દાંતીવાડા તાલુકાના વાવધરા ગામેથી ઓવરલોડ ઇંટો ભરી ટ્રક નંબર જીજે-18-ટી-1079 ડીસા તરફ જઇ રહ્યો હતો. જેગોલ રોડ ઉપર મારવાડા નજીક ટ્રકના ચાલકે ટર્નિંગમાં સ્ટીયરીગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક 100 મીટર દૂર જઈ બે પલ્ટી ખાઇ જતા ટ્રક ચાલક હીરાભાઇ મણાભાઇ વાલ્મિકી અને બે મજૂરના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક યુવક બચી ગયો હતો. જોકે તેને ઇજાઓ થતાં સારવાર અર્થૈ ખસેડાયો હતો. અકસ્માતની જાણ દાંતીવાડા પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી જેસીબી દ્વારા ટ્રક અને ઈંટો નીચે દબાયેલા ચાલક અને મજૂરોને બહાર કાઢ્યા હતા. જો કે તે વખતે ત્રણેય મૃત હાલતમાં હતા.