તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હડાદના બામણોજ પાસે વાહનની ટક્કરે બાઈકસવાર દંપતી સહિત ત્રણનાં મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખેડબ્રહ્મા તાલુકાના મોટા બાવળ ગામનું દંપતી ભત્રીજા સાથે લગ્ન પ્રસંગે પોશીના જઇ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો

પાલનપુરઃ  અંબાજી હડાદ રોડ પર બામણોજ ગામ નજીક સોમવારે અજાણ્યા વાહનની ટક્કરથી બાઈક પર સવાર દંપતી સહિત 3 ના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.જ્યારે  ટક્કર મારનાર વાહન ચાલક રફૂચક્કર થઈ ગયો હતો.પોલીસે ઘટનાસ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી. 

અંબાજી હડાદ રોડ પર આવેલા બામણોજ ગામ નજીક સોમવારે અકસ્માત સર્જાયો હતો.જેમા બાઇક પર સવાર પતિપત્ની અને ભત્રીજો  ખેડબ્રહ્મા તાલુકાના મોટા બાવળ ગામેથી પોશીના લગ્ન પ્રસંગે જઇ રહ્યા હતા.ત્યારે હડાદ નજીકથી  પસાર થતા  અજાણ્યા વાહને ટક્કર મારી હતી.જેને લઇ બાઇક ફંગોળાઇ ગયુ હતુ.અને બાઇક પર સવાર ભેમાભાઇ નવલાભાઇ તરાલ,ગોપાલભાઇ મનાભાઇ તરાલ અને ભગીબેન ભેમાભાઇ તરાલનુ ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ.

અકસ્માત સર્જી વાહન ચાલક વાહન લઇ ફરાર થઇ ગયો હતો.અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.અને ઘટનાની જાણ પોલીસ અને એમ્બ્યુલન્સને કરતા પોલીસ અને એમ્બુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા.દરમ્યાન પોલીસે  અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.ત્રણેય મૃતકો ખેડબ્રહ્મા તાલુકાના મોટા બાવળ ગામના રહેવાસી હતા.અંબાજી નજીક તાજેતરમા સર્જાયેલા ગોજારા અકસ્માતમા 9 લોકોના મોતની શાહી સુકાઇ નથી ત્યારે સોમવારે ફરી અકસ્માતમા ત્રણ લોકોના મોત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...