તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેણલનગર સોસા.ના 4 મંદિરોમાં તસ્કરો ત્રાટક્યા, 95 હજારની મત્તાની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ, મંદિરોમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી

થરાદઃ થરાદના શેણલનગર સોસાયટી આવેલાં ચાર મંદિરોમાં ગુરુવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં મંદિરોમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ. 95 હજારની ચોરી થવા પામી હતી. આ બનાવ અંગે નરેશભાઇ શંકરભાઈ રાજપુતે થરાદ પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 
 
થરાદના નરેશભાઈ રાજપુત શુક્રવારે વહેલી સવારે પોણા પાંચ વાગ્યે નિત્યક્રમ મુજબ દર્શન કરવા જતાં કુળદેવી ચામુંડા માતાજીના મંદિરનો દરવાજો તૂટેલો નજરે પડ્યો હતો. જેને લઇ કંઇક બનાવ બન્યો હોવાનો શક જતાં તેઓએ તેમના કુંટુબના મફતલાલ રાજપુત તથા પુજારી ઈન્દ્રકુમાર દવે સહિત કુંટુંબના માણસોને જાણ કરી હતી. તેઓએ મંદિરમાં જોતા સોના-ચાંદીના દાગીના સહિત રોકડની ચોરી થઇ હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી સીસીટીવી કેમેરામાં તપાસ કરતાં પાંચ માણસો મોંઢે રૂમાલ બાંધી ચોરી કરતાં નજરે પડ્યા હતા. 
 
શેણલ માતાજીનું મંદિર, ચામુંડા માતાજીનું મંદિર, દશામાંનું મંદિર સહિત ખેડેરા પંડયાવાસના કુળદેવી માતાજીના મંદિરમાં ચોરી થયું હોવાનું બહાર આવ્યું હતું. આમ આ ચારેય મંદિરોમાંથી ચાંદીનું છત્ર 500 ગ્રામ, પાદુકા 250 ગ્રામ, નાના મોટા છત્ર 250 ગ્રામ, ચાંદીનું ચમર 200 ગ્રામ તથા તલવાર 250 ગ્રામ, સોનાની વીંટી 5 ગ્રામ એમ મળી 75000 અને રોકડ 20000 મળીને કુલ રૂપિયા 95000 હજાર રૂપિયાની ચોરી થઇ હતી. એક વર્ષ અગાઉ પણ ચામુંડા માતાજીના મંદિરમાં તસ્કરો ચોરી કરેલ છે તેનો પણ પોલીસ ભેદ ઉકેલી શકી નથી. ત્યારે ફરીથી ચોરી થતાં લોકોમાં રોષ ફેલાયો છે. આ અંગે નરેશભાઈ રાજપુતે થરાદ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતાં થરાદ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...