બનાસકાંઠા / પાલનપુરમાં ભારે પવન સાથે વરસાદ, બાઈક ચાલક ફંગોળાયો

Divyabhaskar.com

Jun 12, 2019, 10:58 PM IST

પાલનપુરઃ બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં વાવાઝોડા બાદ વરસાદી માહોલ છવાયો છે. બનાસકાંઠાના પાલનપુર, ડીસા, અંબાજીમાં વરસાદ પડ્યો છે. પાલનપુરમાં તોફાની ઝાપટું પડ્યું હતું. ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો અને ધૂળી ડમરીઓ ઉડી હતી. જેના કારણે વાહનચાલકો પરેશાન થયા હતા. શહેરમાં વરસાદી ઝાપટું પડતાં લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. જ્યારે વાવાઝોડા અને વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વિજળી ડૂલ થતાં અંધારપટ છવાયો છે. એવા પણ અહેવાલ છેકે શહેરના સરકારી વસાહત સામે બાઈક ચાલક ફંગોળાયો છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી