ધાર્મિક / અંબાજીમાં પ્રસાદના ભાવમાં 50 ટકાનો વધારો, ટ્રસ્ટને 6 કરોડનો ફાયદો

અંબાજી મંદિરની ફાઇલ તસવીર
અંબાજી મંદિરની ફાઇલ તસવીર

  • રૂ. 10માં મળતું પ્રસાદનું પડીકું હવે રૂ. 15માં મ‌ળશે
  • પ્રસાદના ભાવમાં 1લી ડિસેમ્બર રવિવારથી 50 ટકા ભાવ વધારી દેવાયા

Divyabhaskar.com

Dec 04, 2019, 01:00 AM IST
પાલનપુર: મા અંબાના ધામ અંબાજીમાં રૂ. 10માં મળતા પ્રસાદના પડીકામાં 50 ટકાનો વધારો કરાયો છે. આ પ્રસાદ હવે રૂ. 15માં મળશે. પ્રસાદના ભાવમાં 1લી ડિસેમ્બર રવિવારથી 50 ટકા ભાવ વધારી દેવાયા છે. જેનાથી મંદિર ટ્રસ્ટને વર્ષે 6 કરોડનો ફાયદો થશે. ઘણા વર્ષોથી મંદિરને કરોડોનું નુકસાન થતું હતું. પ્રસાદના બોક્સમાં થતાં નુકસાનને બદલે હવે નહીં નફો નહીં નુકસાનના ધોરણે કરવાનો નિર્ણય લેવાતા ભાવો વધારાયો હોવાનું શ્રીઆરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના સૂત્રે જણાવ્યું છે.
મોહનથાળ બનાવનાર એજન્સીને જીએસટી સાથે 15 રૂપિયા 7 પૈસાનો ભાવ મંજૂર કરાયો
આ અંગેની વિગતો આપતા શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ જે ચાવડાએ જણાવ્યું હતું કે ‘2016-17 માં મંદિરને પ્રસાદમાં 4 કરોડ, 18-19માં 4.43 કરોડ નુકસાન થયું હતું. મોહનથાળ બનાવનાર એજન્સીને જીએસટી સાથે 15 રૂપિયા 7 પૈસાનો ભાવ મંજૂર કરાયો છે, જેમા એજન્સી 7 પૈસાનું નુકસાન સહન કરશે. અમે એજન્સીને 15 રૂપિયા જ ચૂકવવાના છીએ.
X
અંબાજી મંદિરની ફાઇલ તસવીરઅંબાજી મંદિરની ફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી