ભૂકંપ / કેમ્બે વેલી રિફ્ટ એક્ટિવ થઇ એટલે ધીમા આંચકા ગુજરાત માટે સારો સંકેત, મોટા ભૂકંપની ઘાત ટળશે

palanpur news  2.3 magnitude earthquake near Ambaji, kengora village ap center

  • ભૂકંપના હળવા આચંકાથી કોઈ જાનહાનિ નથી

Divyabhaskar.com

Jun 13, 2019, 01:56 AM IST

ગાંધીનગર: ઉત્તર ગુજરાતમાં એક અઠવાડિયામાં બીજી વાર ભૂકંપના ઝટકા અનુભવાયા છે. બુધવારે અંબાજી પાસે 2.3 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હજુ સુધી જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી. એક અઠવાડિયા પહેલા બનાસકાંઠા જિલ્લામાં પણ 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. દિવ્ય ભાસ્કરે જ્યારે ભૂકંપ વિશેષજ્ઞો સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, ભૂકંપના આ પ્રકારના હળવા આંચકા ગુજરાત માટે સારી વાત છે કારણ કે, તેનાથી મોટા ભૂકંપની શક્યતાઓ ઘટે છે.

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ, ગાંધીનગરના ડિરેક્ટર સુમેર ચોપરા કહે છે કે, બુધવારે અંબાજી નજીક અને અઠવાડિયા પહેલાં બનાસકાંઠામાં આવેલા ભૂકંપ દર્શાવે છે કે, ઘણાં સમયથી નિષ્ક્રિય રહેલી કેમ્બે વેલી રિફ્ટ સક્રિય થઇ છે. કેમ્બે વેલી રિફ્ટ ગુજરાતના ઉત્તર અને મધ્ય ભાગમાં ફેલાયેલી છે. આ રિફ્ટના ઉત્તરીય હિસ્સામાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી જિલ્લા છે, જ્યારે દક્ષિણવર્તી હિસ્સામાં ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ જેવા જિલ્લા છે. આ રિફ્ટના કારણે મહત્તમ 6.0 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ નોંધાઇ શકે. કેમ્બે વેલી રિફ્ટ ગુજરાતમાં આવેલી ભૂકંપની મુખ્ય ત્રણ રિફ્ટ પૈકીની એક છે. જેમાં કચ્છ રિફ્ટ ખૂબ સક્રિય છે, જ્યારે નર્મદા રિફ્ટ સક્રિય અને કેમ્બ વેલી રિફ્ટ થોડી ઓછી સક્રિય છે. આ ત્રણેય રિફ્ટ જ્યાં જોડાય છે ત્યાં ગુજરાતનો પ્રદેશ ફેલાયેલો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, થોડાં થોડાં સમયે નાના આંચકા આપીને સક્રિય થયેલી આ રિફ્ટના કારણે મોટા આંચકા ટળી જશે. આ રિફ્ટથી આવતાં નાના આંચકાનું સીધું તારણ એ છે કે, અહીંની પ્લેટ્સમાં શક્તિનો સંગ્રહ થવાને બદલે શક્તિનું સ્ફૂરણ થઇ જાય છે. જો શક્તિ વધુ સંગ્રહાઇ રહે અને તે મોટું સ્વરૂપ ધારણ કરે તો ખૂબ મોટા આંચકાની શક્યતા સર્જાય અને તેનું નુકસાન વ્યાપક રહે, પરંતુ આ પ્રકારના નાના આંચકા સમયાંતરે આવતાં રહે તો તે સરવાળે નુક્સાનકારક રહેતાં નથી. જોકે વારંવાર આંચકા કે આફ્ટર શોક્સના કારણે લોકોમાં ગભરાટ ફેલાય છે, પરંતુ આ સ્થિતિ જોતાં હવે ગભરાવવાના સ્હેજ પણ જરૂર નથી.: સુમેર ચોપરાએ દિવ્ય ભાસ્કરના રિપોર્ટર ચિંતન આચાર્યને જણાવ્યા પ્રમાણે

માત્ર 13 જૂને જ નહીં, સોમવાર સુધી ‘વાયુ’ગુજરાતનો જીવ અદ્ધર રાખશે
સોમવાર સુધી વાયુ વાવાઝોડુ ગુજરાતના લોકોના શ્વાસ અધ્ધર કરશે. 13 જૂનના રોજ વાવાઝોડું વેરાવળ પાસે દેખાઈ રહ્યું છે. તો 14 જૂને વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધીને જામનગર તરફ જતાં જોવા મળી રહ્યું છે. 15 જૂનના રોજ ગુજરાતના દરિયાથી થોડે દૂર ખસતુ જોવા મળી રહ્યું છે. તો છે 16 જૂને વહેલી સવારે વાવાઝોડુ દરિયાથી વધૂ દૂર હશે. અને 16 જૂને રાત્રે આ વાવાઝોડુ દરિયામાં સમાઈ જશે. સાઈક્લોન દરિયામાં હોય તો સ્પીડ અને ઈફેક્ટિવ સ્ટ્રોંગ હોય છે.

X
palanpur news  2.3 magnitude earthquake near Ambaji, kengora village ap center

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી