મન્ડે પોઝિટિવ  / 40 વર્ષ પહેલાં 4 આના ફીમાં શરૂ થયેલા દવાખાનામાં આજે એક રૂપિયાની ફીમાં તમામ સારવાર અપાય છે

ગરીબોની સેવાના ઉદ્દેશ્ય સાથે આ દવાખાનું ચાલે છે
ગરીબોની સેવાના ઉદ્દેશ્ય સાથે આ દવાખાનું ચાલે છે

  • પાલનપુરમાં વર્ષે ટ્રસ્ટને પાંચ લાખ નું નુકસાન છતાં સેવા ચૂક્યા નથી

Divyabhaskar.com

Jul 22, 2019, 04:41 AM IST

પાલનપુર: પાલનપુર શહેરના કમાલપુરા વિસ્તારમાં 40 વર્ષ પહેલાં ફક્ત ચાર આનાની ફિ માં ચાલુ થયેલા દવાખાનામાં આજે એક રૂપિયાની ફીમાં નિદાન અને સારવાર થાય છે. ઉપરાંત દવા વિના મૂલ્યે અપાય છે. વર્ષે ટ્રસ્ટને પાંચ લાખ ઉપરાંતનું નુકસાન થતું હોવા છતાં ગરીબોની સેવાના ઉદ્દેશ્ય સાથે આ દવાખાનું નિરંતર ચાલુ છે.

રોજના 80થી વધુ દર્દીઓ અહીં સારવાર માટે આવે છે

હાલની પેઢીને ચાર આના એટલે શું? ખબર નહી હોય ત્યારે 1979થી ચાલતા દવાખાનાને લોકો ચાર આનાના દવાખાનાના નામે ઓળખે છે. અને ફક્ત એક રૂપિયામાં પાટાપિંડી અને દવા સહિતની સારવાર અહીં મેળવે છે. ગરીબોની સેવાના ઉદ્દેશ્ય સાથે ચાલુ કરાયેલા આ દવાખાનામાં શરૂઆતમાં ફક્ત પચ્ચીસ પૈસા જ ફી હતી. જોકે આજે મોંઘવારીના સમયમાં ફીમાં સામાન્ય વધારો કરી એક રૂપિયાની ફી કરવામાં આવી છે. પાલનપુરના કમાલપુરા વિસ્તારમાં આવેલા મણીબેન ચંદુલાલ કોઠારી ચેરીટેબલ ટ્રસ્ટ દવાખાનામાં રોજના 80થી વધુ દર્દીઓ અહીં સારવાર માટે આવે છે. ચોમાસામાં અને માંદગીની સીઝનમાં ક્યારેક દર્દીઓની સંખ્યા 110 થી ઉપર પણ પહોંચે છે.

ગરીબોને સારી આરોગ્ય સેવાઓ આપવા દવાખાનું ચલાવાય છે

છેલ્લા પંદર વર્ષથી દવાખાનામાં સેવા આપતા ડો.એચ.એચ.પરમારે જણાવ્યું હતું કે ‘ગરીબોની સેવાના ઉદ્દેશ્ય સાથે ચાલુ કરાયેલા આ દવાખાનામાં સારવાર આપતા ડોક્ટરો એમબીબીએસ હોય છે. જોકે ટ્રસ્ટને વાર્ષિક પાંચ લાખ ઉપરાંતનું નુકસાન થતું હોવા છતાં ગરીબોને સારી આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી ટ્રસ્ટ દ્વારા આ દવાખાનું ચલાવવામાં આવી રહ્યું છે.’

X
ગરીબોની સેવાના ઉદ્દેશ્ય સાથે આ દવાખાનું ચાલે છેગરીબોની સેવાના ઉદ્દેશ્ય સાથે આ દવાખાનું ચાલે છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી