અકસ્માત / બનાસકાંઠામાં એક કારનું બે સ્થળે હિટ એન્ડ રન, અંબાજી જતા પદયાત્રીઓને વિસ્ટાએ અડફેટે લેતા 2ના મોત, 7 ઘાયલ

Hit and run near Lakhani Agartha and bhemaji golia 2 death and 7 injured car accident
Hit and run near Lakhani Agartha and bhemaji golia 2 death and 7 injured car accident

  • વાવના ઢીમા ખાતે દર્શનાર્થે જઇ રહેલા પદયાત્રીઓને અડફેટે લેતા બેને ઘાયલ કર્યા
  • ભેમાજી ગોળિયા પાસે પણ દર્શનાર્થે જઇ રહેલા પદયાત્રીઓના સમૂહને અડફેટે લીધા

Divyabhaskar.com

Sep 13, 2019, 10:39 AM IST

લાખણી/ પાલનપુર: લાખણીના આગથળા ગામ પાસે રાત્રીના સમયે ડીસા તરફથી આવતી ઇન્ડીકા વિસ્ટા ગાડીના ચાલકે પૂરઝડપે ગાડી ચલાવી વાવના ઢીમા ખાતે દર્શનાર્થે જઇ રહેલા પદયાત્રીઓને અડફેટે લેતા બેને ઘાયલ કર્યા હતા. ત્યારબાદ લાખણીના ભેમાજી ગોળિયા પાસે પણ દર્શનાર્થે જઇ રહેલા પદયાત્રીઓના સમૂહને અડફેટે લેતા ઘટના સ્થળે બે યાત્રિકોનું મોત થયું હતું. જ્યારે 5 ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

સંઘ અંબાજી જતો હતો
ડીસા તરફથી આવી રહેલી ઇન્ડીકા વિસ્ટા ગાડી નં :- GJ-02-BD-7347ના ડ્રાઇવરે પુરઝડપે હંકારતા ભાદરવી પૂનમ નિમિત્તે વાવ તાલુકાના ઢીમા ગામે દર્શનાર્થે જઇ રહેલા પદયાત્રીઓને આગથળા ગામ પાસે અડફેટે લઇ બે યાત્રિકોને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ ત્યાંથી ગાડી લઇ ભાગેલા ચાલકે ફરી લાખણીના ભેમાજી ગોળિયા પાસે પદયાત્રીઓના બીજા સમૂહના યાત્રીઓને અડફેટે લીધા હતા. જેમાંથી બેનું ઘટના સ્થળે જ કરૂણ મોત થવા પામ્યુ હતું. જ્યારે અન્યોને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે લાખણી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

કાર મૂકી ચાલક ફરાર
ગાડી ચાલક ગાડી મૂકી અંધારાનો લાભ લઇ ફરાર થઇ ગયો હતો. હિટ એન્ડ રનની ઘટનાની જાણ થતાં રેફરલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તેમજ ગાડીના ચાલક વિરૂધ્ધ ફિટકાર વરસાવી રહ્યા હતા. પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે

મૃતકોના નામ
(1) નરશીહભાઈ સોમાભાઈ પરમાર (ઉ.વ. 55) (રહે.ઓઢવા)
(2) સૂખાજી ગેમરાજી ઠાકોર (ઉ.વ. 27) (રહે. ડોડીયા)

ઘાયલોના નામ
1) નમાબેન નાગજીજી ઠાકોર (ઉ.વ.17)(રહે. દામા - રામપુરા )
(2) બાબુભાઇ ચેહરાભાઈ ઉ.વ. 45) (રહે. ડોડાણા )
(3) શ્રવણજી જોરાજી ઠાકોર (ઉ.વ. 28) (રહે. ગોઢા )
(તસવીર અને માહિતી જીતેન્દ્ર પઢીયાર: પાલનપુર)

X
Hit and run near Lakhani Agartha and bhemaji golia 2 death and 7 injured car accident
Hit and run near Lakhani Agartha and bhemaji golia 2 death and 7 injured car accident
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી