વડગામ / ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને શંખેશ્વરના યુવકના નામે ધમકી

MLA Jignesh Maavai threatened in the name of Shankeshwar Youth

  • માંડલના વરનોરા ગામમાં દલિત યુવકની હત્યા મામલે પ્રતિક્રીયા આપવા બાબતે ધમકી અપાઇ 

Divyabhaskar.com

Jul 12, 2019, 08:30 AM IST

પાલનપુરઃ વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને માંડલના વરનોરા ગામે દલીત યુવકની હત્યા મામલે પ્રતિક્રીયા આપ્યાની બાબતને લઇ એક શખ્સે ફોન નં.9267950163 પરથી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ફોન પર શંખેશ્વરના યુવકના નામે ગુરૂવારે ફોન કર્યો હતો.જે ફોન મેવાણીના સાથીએ ઉપાડતા જ શખ્સે અપશબ્દો બોલી જીગ્નેશ મેવાણીને સંબોધી ગુજરાત છોડાવી દેવાસહીતની ધમકીઓ આપી હતી.જે બાબતે ફરીયાદ નોધાવાની તજવીજ હાથ ધરાઇ હતી.

માંડલના વરમોર ગામે દલીત યુવકની હત્યાને લઇ સમગ્ર ગુજરાતમા ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે.ત્યારે હત્યાની ઘટનાને લઇ દલીત નેતા વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા અપાયેલી પ્રતિક્રીયા બાબતે ગુરૂવારે શંખેશ્વરના વિરેન્દ્રસિંગના નામે એક શખ્સે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ફોન કર્યો હતો.જે ફોન મેવાણીના સાથીએ ઉપાડ્યો ત્યારે શખ્સે અચાનક અપશબ્દો બોલવાનુ શરૂ કર્યુ હતુ.અને ગુજરાત છોડાવી દેવા સહીતની ધમકીઓ આપી હતી. જેને લઇ પાલનપુરની સત્કાર સોસાયટીના રહેવાસી સતીષકુમાર પ્રવીણભાઇ વણસોલએ પાલનપુરના પશ્ચીમ પોલીસમાં મો નં.9267950163ના ધારક સામે ફરીયાદ નોધી હતી.

X
MLA Jignesh Maavai threatened in the name of Shankeshwar Youth
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી