તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશથી દાંતા- અમીરગઢની 20 ખાણોમાં ખનન અટકાવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લાપરવાહી દાખવનાર વિભાગોને 5 લાખના દંડનો હુકમ
  • હુકમના પગલે 11 લીઝ સંપૂર્ણ બંધ, 9 લીઝને વધારાના વિસ્તારોમાં ખનન પર પ્રતિબંધ

પાલનપુરઃ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશથી દાંતા અમીરગઢની 20 ખાણોમાં ખનન કાર્ય પર રોક લગાવાઈ છે. એનજીટીના હુકમના પગલે 11 લીઝ સંપૂર્ણ બંધ થાય એવી સ્થિતિ સર્જાઈ છે. અભ્યારણ ક્ષેત્રમાં વધુ ખોદકામ થયું હોવાનું સામે આવતા 9 લીઝને વધારાના વિસ્તારોમાં ખનન પર પ્રતિબંધ લગાવાયો છે. અધૂરામાં પૂરું લાપરવાહી દાખવનાર કલેકટર, ભૂસ્તર, વન, પ્રદુષણ સહિતના વિભાગોને 5 લાખના દંડનો હુકમ પણ એનજીટી દ્વારા કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 
 
જિલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકામાં આવેલા બાલારામ-અંબાજી વન્ય અભ્યારણમાં થઈ રહેલા ગેરકાયદે ખનન મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં બનાસકાંઠાના જ કેટલાક જાગૃત નાગરિકો દ્વારા લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. જેના ભાગરૂપે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રતિનિધિ, જિલ્લા કલેકટર, ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, ડિસ્ટ્રિક્ટ માઇનીંગ ઓફિસરની એક કમિટી બનાવી હતી અને વન્ય અભ્યારણ હદ વિસ્તારમાં થયેલી ખનન કામગીરી મામલે સંપૂર્ણ અહેવાલ તૈયાર કરવા, માપણી કરવા, ઉપરાંત આ એકમો સામે કાર્યવાહી કરવા દિશા નિર્દેશ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા આપ્યા હતા. 
 
અવાર-નવાર હીયરીંગમાં હાજર રહેવા જણાવાયું હતું. છતાં કોઇ જ પ્રતિનિધિ હાજર ન રહેતાં 24 સપ્ટેમ્બરના રોજ હુકમ કરાયો હતો. જેમાં જણાવાયું કે "સમિતિ 5 લાખની ચુકવણીને આધીન રહેશે, જે દરેક સંબંધિત વિભાગે ચુકવવાનો રહેશે.’ આ હુકમ ઉપરાંત વન્ય અભ્યારણ ક્ષેત્ર નજીક માપણીમાં આવેલી 20 લીઝો સામે કાર્યવાહી કરી હતી. જેમાં 11 લીઝ સંપૂર્ણ બંધ કરાઇ હતી. જ્યારે 9 લીઝમાં કેટલાક ભાગમાં ખનન કાર્ય પર પ્રતિબંધ લગાવ્યો છે.
 

આ લીઝ ધારકો સામે કાર્યવાહી કરાઈ
દાદાભાઈ હાથીભાઈ સિંધી-ચિત્રાસણી, શિવા માર્બલ-ખટાલ, શિવા માર્બલ-દાંતા, અશ્વિનકુમાર કાંતિલાલ જોશી-નવાવાસ દાંતા, ભવરસિંહ માનસિહ પરમાર-નવાવાસ દાંતા, દિનેશભાઈ માવજીભાઈ પટેલ-ચીકણવાસ અમીરગઢ, તિરુપતિ કોરી વર્કસ-ચીકણવાસ અમીરગઢ, અહેમદખાન એચ.સિંધી-હસનપુર, પરમ ઉદ્યોગ-ચીકણવાસ અમીરગઢ, જીએમડીસી-કુંભારિયા દાંતા, ધરતી કોરી વર્કસ-ચીકણવાસ અમીરગઢ, હિન્દુસ્તાન માર્બલ-કોટેશ્વર દાંતા, આર.પી.ઇન્ફ્રાસ્ટ્રક્ચર-ચીકણવાસ અમીરગઢ, એમબી સ્ટોન સુરેશભાઈ-કોટેશ્વર દાંતા, જયઅંબે માઈનિંગ એન્ડ મિનરલ-ચીખલા દાંતા, અંબાજી મિનરલ્સ અભીષેકસિંહ-ચીખલા દાંતા, સુયોગ ગ્રેનાઈટ એન્ડ માર્બલ-ચેખલા દાંતા, એમબી સ્ટોન-ચેખલા દાંતા, બ્રવિમ એન્ટરપ્રાઇઝ-ચેખલા દાંતા, અબ્દુલખાન ભુરેખાન પઠાણ-નવાવાસ દાંતા.

અન્ય સમાચારો પણ છે...