પાલનપુર / ખાણમાફિયાએ અધિકારી સહિત 5ને જાહેરમાં માર્યા

ઇજાગ્રસ્ત
ઇજાગ્રસ્ત

Divyabhaskar.com

Nov 09, 2019, 01:47 AM IST
પાલનપુર: પાલનપુરમાં ગાંધીનગરથી આવેલી સ્કવોર્ડની ટીમએ શુક્રવારે પાલનપુર-ડીસા હાઇવે પરથી રેતી ભરેલી રોયલ્ટી વિનાની 4 ઓવરલોડ ડમ્પરો ઝડપી પાડ્યા હતા. તે બાદ ડમ્પરને દેવપુરા પાટિયા નજીક આવેલા કાટા પર વજન કરાવ્યા બાદ પોલીસ મથકે લઇ જવા નીકળતાં રસ્તામાં જ આવેલા એક ટોળાએ રોયલ્ટી અધિકારી સહિતના કાફલા પર હુમલો કર્યો હતો. અને ડમ્પરમાં બેઠેલા સિક્યુરિટી ગાર્ડને પણ ડમ્પરમાંથી નીચે પાડી ડમ્પર લઈ ભાગી ગયા હતા. ઘટનામાં ઘાયલ થયેલા રોયલ્ટી અધિકારી સહિત 5 લોકોને સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી સારવાર અપાવી હતી.
X
ઇજાગ્રસ્તઇજાગ્રસ્ત
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી