દિયોદર / જાડા ગામમાં પીએસઆઇની પત્ની અને પુત્ર પર સાસરિયાઓનો હુમલો

In the village of Jada, the assassins attack on the wife and son of PSI

  • અગાઉ પણ સાસરીયા અને પતિ સામે ત્રાસ અંગેનો ગુનો નોંધાવ્યો હતો

Divyabhaskar.com

Jul 12, 2019, 08:34 AM IST

દિયોદરઃ દિયોદર તાલુકાના જાડા ગામે એક મહિલા અને તેના પુત્રને સાસરીયાઓ દ્વારા મારમારતાં માતા-પુત્રને દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. મહિલ દ્વારા તેના સાસારીયાઓ સામે ગૂનો નોંધાતાં પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

દિયોદર તાલુકાના જાડા ગામે રહેતા હિનાબેન પટેલના પતિ સીઆઇડી આઈબીમાં પીએસઆઈ તરીકે રાધનપુરમાં ફરજ બજાવે છે. ત્યારે હીનાબેન અને તેમનો પુત્ર દેવાંગ બુધવારે તેમના સાસરીમાં જાડા ગામે હતા. દરમિયાન બુધવારે સવારે દીકરા દેવાંગને નાહવા માટે લઈ ગયા હતા. ત્યારે તેમના નણંદ અને કાકી સાસુ એકસંપ થઇ આવી કહેલ કે તારો દીકરો કેમ ચિચિયારી પાડે છે અને જાંબુના ઝાડને નુકસાન કરે છે તેવું કહી અપશબ્દો બોલી માતા-પુત્રને ગડદા પાટુનો માર મારતા તેમજ પુત્ર દેવાંગને ગળું દબાવી મારવાની કોશિષ કરતા હીનાબેન પુત્રને લઈને ઘરની બહાર દોડી ગયા હતા.

કાકા સસરાએ ઘરમાં નહીં આવવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા હીનાબેન દ્વારા તેમના પિયર ખાતે જઈ તેમના પિયર પક્ષને જાણ કરી સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ અંગે બુધવારે સવારે દિયોદર પોલીસ મથકે હિનાબેન અશોકભાઇ અરજણભાઇ પટેલએ સોનલબેન અમરાભાઈ પટેલ, ભારતીબેન તેજાભાઈ પટેલ, કોમલબેન અમરાભાઈ પટેલ, અમરબેન અમરાભાઈ પટેલ, તેજાભાઈ જગસીભાઇ પટેલ, અમરાભાઈ જગસીભાઇ પટેલ (તમામ રહે.જાડા) સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગૂનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. આ ઘટનાથી સમગ્ર દિયોદર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ હિનાબેન પટેલ દ્વારા તેણીના સાસરીયા અને પતિ વિરુદ્ધ દિયોદર પોલીસ મથકે શારીરિક-માનસિક ત્રાસ અંગેનો ગુનો નોંધાવા પામ્યો હતો.

X
In the village of Jada, the assassins attack on the wife and son of PSI

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી