થરાદ / રાજસ્થાનના 7 ગામોમાં તીડે પાકનો સફાયો કર્યો

In 7 villages of Rajasthan, the locust wiped out the crop

  • રાજસ્થાનથી ગુજરાતમાં ઘૂસેલા તીડ  ગુજરાતમાંથી રાજસ્થાનમાં પાછા ગયા

Divyabhaskar.com

Jan 22, 2020, 09:18 AM IST
થરાદઃ અગાઉ ગુજરાતમાં રાજસ્થાનથી તીડનું ઝૂંડ આવ્યું હતું.જ્યારે આ વખતે ગુજરાતમાંથી રાજસ્થાનમાં તીડ પ્રવેશી 7 ગામોમાં આતંક મચાવી રહ્યા છે.અને ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યા છે પાકિસ્તાનમાંથી ગુજરાતના વાવ તાલુકાના રાધાનેસડા, કુંડાળીયા અને માવસરી ગામોમાં ચાર દિવસ રહી પાકોનો સફાયો કર્યા બાદ તીડ પાડોશી રાજ્ય રાજસ્થાનના કુકડીયા, ભોંયતરા,ખેદડીયાળી આગળ જતાં આ તીડનું ઝૂંડ બાડમેર જિલ્લાના શેડવા(ચોટાણ) તાલુકાના તડલા, ખારી, ગીડા, પનોરિયા, શામલાશી, ચિતરડી, ફાગલીયા ગામોમાં આતંક મચાવી રહ્યા છે.
જો કે ગુજરાત અને રાજસ્થાન સરકાર દ્રારા તીડ દવાનો છંટકાવ કરવાની કામગીરી ચાલી છે.પરંતુ તીડનું ઝૂંડ કરોડોની સંખ્યામાં હોઈ તેનો હજી સફાયો થયો નથી તડલા ગામના ખેડૂત ગજેદાન લક્ષ્મીદાન ચારણે જણાવ્યું હતું કે અમારા ગામમાં તીડો પાકો ને નુકશાન કરી રહ્યા છે અને આજુબાજુના ગામડાઓમાં પણ તીડનો આતંક છવાયો છે.
X
In 7 villages of Rajasthan, the locust wiped out the crop

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી