પાલનપુર / 300 બહેનો સાથે સંજીવ ભટ્ટને રાખડી બંધાવા ગયેલા હાર્દિક પટેલનો બે કલાકની અટકાયત બાદ છૂટકારો

  • કોંગ્રેસના બે ધારાસભ્યોની પણ ધરપકડ
  • ભટ્ટને બાંધવા માટે વિદેશથી 25 હજાર રાખડીઓ આવી છે
  • હાર્દિક પટેલ અને 300 બહેનો પાલનપુર રાખડી બાંધવાના હતા

Divyabhaskar.com

Aug 14, 2019, 05:05 PM IST

પાલનપુર: અમદાવાદથી 300 બહેનોની સાથે હાર્દિક પટેલ જેલમાં બંધ સંજીવ ભટ્ટને રક્ષાબંધને રાખડી બાંધવા માટે જતા હતા. ત્યારે પાલનપુર જતા રસ્તામાં પોલીસે હાર્દિક પટેલની અટકાયત કરી હતી અને તેને પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. બે કલાક સુધી કેદમાં રાખ્યા બાદ તમામને પોલીસ છોડી દીધા હતા. હાર્દિકે ટ્વિટ કરીને હિન્દુ તહેવારનું અપમાન કરાયું હોવાનો સરકાર પર આરોપ લગાવ્યો હતો.

કોંગ્રેસના બે ધારાસભ્યોની પણ અટકાયત
પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ, પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ અને મારાના સહિત કુલ 28 લોકોની પોલીસે ધરપકડ કરી છે. અમે શાંતિપૂર્વક બહેનોને લઈને સંજીવ ભટ્ટને રાખડી બાંધવા જતા હતા. પોલીસે અમારી ખોટી રીતે ધરપકડ કરી છે. ભટ્ટને મળવાનો સમય પૂરો થઈ ગયો હોવાથી અમે જેલમાં નહીં જઈએ. ગઢ ખાતેનો અમારો કાર્યક્રમ પણ અમે રદ્દ કર્યો છે.
સંજીવ ભટ્ટ NDPSના કેસમાં જેલમાં છે
પાલનપુરના એનડીપીએસ(નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સિસ) કેસ મામલે આઇપીએસ સંજીવ ભટ્ટ પાલનપુર હાલમાં જેલમાં છે. સંજીવ ભટ્ટની કારકિર્દી હંમેશા વિવાદોથી ઘેરાયેલી રહી છે. 1990ના કસ્ટોડીયલ ડેથ મામલે જામનગર સેશન્સ કોર્ટે સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા ફટકારી છે.
2011માં સસ્પેન્ડ અને 2015માં ફરજમુક્ત
સંજીવ ભટ્ટને 2011માં રાજ્ય સરકાર દ્વારા ફરજ પર ગેરહાજર અને સરકારી વાહનોની મંજૂરી લીધા વિના દૂરઉપયોગ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ 2015માં કેન્દ્રીય ગૃહમંત્રાલયે તેમને સર્વિસ પરથી ફરજમુક્ત કરવાની ભલામણ કરી હતી. જેને માન્ય રાખવામાં આવી હતી.
આજે સંજીવ ભટ્ટને 300 બહેનો રાખડી બાંધવા માટે ગઈ હતી. સંજીવ ભટ્ટ માટે દેશ વિદેશમાંથી 25 હજાર રાખડીઓ આવી હતી. હાર્દિક પટેલ અને 300 બહેનો રાખડી લઇને આજે પાલનપુર પહોંચ્યા હતા પરંતુ જેલમાં મળવાનો સમય પૂરો થતા કોઈ મળી શક્યા ન હતા.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી