ડાયવર્ઝન / ત્રિશૂળીયા ઘાટે થતા અકસ્માતો રોકવા સરકાર પ્રોટેક્શન વોલ બનાવશે, અંબાજી જવા પાલનપુર અને દાંતાથી રસ્તો ડાયવર્ટ કર્યો

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

  • પ્રથમ વિકલ્પઃ લનપુર-ચિત્રાસણી-બાલારામ-વિરમપુર થઈ અંબાજી જઈ શકાશે
  • બીજો વિકલ્પઃ દાંતા-સનાલી-હડાદ થઈ અંબાજી જઈ શકાશે
  • 1લી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી રસ્તો બંધ રહેશે

Divyabhaskar.com

Nov 28, 2019, 07:58 PM IST

અંબાજીઃ અંબાજીના ત્રિશૂળીયા ઘાટ પાસે અવારનવાર અકસ્માતો થાય છે તેને લઇને સરકારે દાંતા-અંબાજી માર્ગને ફોરલેન બનાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત તેની આસપાસ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. આ સિવાય અકસ્માતગ્રસ્ત વિસ્તારોનો રસ્તો પહોળો કરવામાં આવશે. ત્રિશૂળીયા ઘાટના 18 જેટલા જોખમી વળાંકવાળા રસ્તા પહોળા કરવામાં આવશે. આ વળાંકો ઓછા કરવા રસ્તાની આસપાસના પહાડોને પણ કાપવા સરકારે મંજૂરી આપી છે.

અંબાજી જવા બે વૈકલ્પિક રૂટ રહેશે

આ કામગીરીને લઇને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે જાહેરનામુ બહાર પાડ્યું છે. જે અંતર્ગત સરકારે દાંતા તરફથી અંબાજી જતો રસ્તો ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં પાલનપુર-ચિત્રાસણી-બાલારામ-વિરમપુર થઈ અંબાજી જઈ શકાશે. આ ઉપરાંત અન્ય વિકલ્પ તરીકે દાંતા-સનાલી-હડાદ થઈ અંબાજી જઈ શકાશે. તારીખ 1લી ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી અંબાજીનો રસ્તો બંધ રાખવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સરકરે જાહેરનામું ભંગ કરનારને સજા આપવાની જાહેરાત પણ કરી છે. જો કે, આ સમગ્ર પ્રક્રિયાને લઇ એસ.ટી વાહન વ્યવહારને પણ મોટી અસર પહોંચશે. આ ઉપરાંત એસ.ટી વાયા હડાદ થઈ દાંતા જશે, જેમાં 25 કિલોમીટર સુધીનો વધારો થશે જેને લઇ એસ.ટી.ના ભાડામાં કોઈ વધારો કરાયો નથી. ડેપો મેનેજરે જણાવ્યું છે કે, જો ST ભાડામાં વધારો નહીં કરે તો તેને મોટી ખોટનો સામનો કરવો પડશે.

(અહેવાલ અને માહિતીઃ જગદીશ જોષી, અંબાજી)

X
ફાઇલ તસવીરફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી