તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલા નોરતે માઈ ભક્તોએ અંબાજીમાં મા અંબાના દર્શનનો લાભ લીધો, ભક્તોનું ધોડાપૂર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ સવારે મંગળા આરતીના દર્શનનો લાભ લીધો

અંબાજી: રાજ્યને દેશભરમાં આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે આજે નવરાત્રીના પ્રારંભે યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. નવરાત્રિની પહેલી મંગળા આરતી એ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ સવારે મંગળા આરતીના દર્શનનો લાભ લીધો હતો.

સમગ્ર નવરાત્રિ દરમિયાન પહેલી નવરાત્રીની અંબાજી મંગળા આરતીનો વિશેષ મહત્વ માનતા હોય છે. આરતી  દરમિયાન કેટલાક ભક્તો ભારે ભાવુક બની માતાજીની આરતીનો લાહવો લેતા નજરે પડ્યા હતા.

 અંબાજી મંદિર જય અંબે બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજ્યા લાગ્યું હતું. આજે અંબાજી માં પ્રથમ નોરતા એ ઝરમર વરસાદ શરૂ થઇ જતા ભાવિક ભક્તો પણ મંગળા આરતીના દર્શન કર્યા બાદ માતાજીને પ્રાર્થના કરી નવ દિવસ વરસાદ ખમૈયા કરે તેવી પણ પ્રાર્થના કરી હતી

(તસવીર અને માહિતી: જગદીશ જોષી,અંબાજી)