ડિપ્થેરીયાથી બાળકનું મોત 6 બાળકો હજુ પણ સારવાર હેઠળ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ડિપ્થેરીયાના બે કેસ પોઝિટિવ મળી આવતાં આરોગ્ય વિભાગ હરકતમાં

ધાનેરાઃ ધાનેરા તાલુકામાં ડીપ્થેરીયાના બે પોઝિટિવ કેસ પૈકી એક બાળકનું ચાર દિવસ અગાઉ મોત નિપજ્યું છે. ત્યારે બીજુ બાળક હાલ અમદવાદ ખાતે સારવાર હેઠળ છે. ત્યારે બીજી તરફ વધુ પાંચ શંકાસ્પદ ડીપ્થેરીયાના કેસ મળી આવતા ધાનેરા તાલુકાનું આરોગ્ય વિભાગ તેનજ જીલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જ્યારે જાન્યુઆરી-2019 માં પણ ડીપ્થેરીયાના કારણે દિયોદરમાં પણ ત્રણ બાળકોના મોત નિપજ્યા હતા.


 ધાનેરા તાલુકાના સરાલ વીડ ગામે ચાર દિવસ અગાઉ એક બાળકનું ડીપ્થેરીયાના કારણે મોત થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. આ રોગ મોટાભાગે 1 થી 5 વર્ષના બાળકોને કે જેમણે રસીઓ ન લીધી હોય તેવા બાળકોને વધુ થવાની સંભાવના રહે છે. સિયા ગામે પણ એક બાળકીને ડીપ્થેરીયા થતાં તે પણ અમદાવાદ ખાતે સારવાર હેઠળ છે અને તેની હાલત પણ ગંભીર જોવા મળી રહી છે. 
 

ડિપ્થેરિયાના લક્ષણો
શ્વાસ લેવામાં તકલીફ પડવી, ગરદનમાં સોજો, ઠંડી લાગવી, તાવ, ગળામાં ખારાશ, ખાંસી-શરદી ઇન્ફેકશન દર્દીના મોંઢા-નાક અને ગળામાં રહે છે અને ફેલાય છે.
 

ડિપ્થેરીયાથી મોત થયેલ કમનસીબ બાળક
માસુંગભાઇ વસરામભાઇ ભીલ (ઉં.વર્ષ-9, રહે.સરાલ-વીડ)
 

ડિપ્થેરીયાના દર્દીઓ
(1) તેજલબેન ઉત્તમસિહ રાઠોડ (ઉં.વર્ષ-5, રહે.સિયા (પોઝીટિવ)
(2) રોહિત મુકેશભાઇ ભીલ (રહે.જોરાપુરા-શંકાસ્પદ)
(3) નિસા જયંતિભાઇ ચૌધરી (રહે.માલોત્રા-શંકાસ્પદ)
(4) સંજય પ્રકાશભાઇ મેઘવાળ (રહે.રુણી-શંકાસ્પદ)
(5) આરતી મુળાભાઇ ભીલ (રહે.લવારા-શંકાસ્પદ)
(6) બીંદુકુવર દરબાર (રહે.ભાટીબ-શંકાસ્પદ)