બનાસકાંઠા / થરા નેશનલ હાઈવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારતા ભીષણ આગ લાગી, બે કારો અને દુકાન ચપેટમાં આવી

ટેન્કર પલટીને આગને હવાલે થયું
ટેન્કરમાં આગ લાગતા નેશનલ હાઈવે પર લોકોના ટોળેટોળા
ટેન્કરમાં આગ લાગતા નેશનલ હાઈવે પર લોકોના ટોળેટોળા

  • ભારે જહેમત બાદ ફાયર ફાયટરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો
  • ટેન્કરનો ક્લિનર અને ડ્રાઈવરનો કોઈ પત્તો નથી
  • આગને પગલે નેશનલ હાઈવે પર લોકોના ટોળેટોળા એકત્રિત થયા
  • થરા પોલીસ સ્ટેશન પાસે કેમિકલ ભરેલું ટેન્કર આગ ફાટી નીકળી હતી

Divyabhaskar.com

Jan 22, 2020, 01:21 PM IST
પાલનપુર: કાંકરેજના થરા પોલીસ સ્ટેશન પાસે રાધનપુરતી પાલનપુર આવતું કેમિકલ ભરેલું ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું. જેને પગલે ટેન્કરમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની ચપેટમા બે કાર અને રોડ પર આવેલી દુકાન આવી ગયા હતા. ભારે જહેમત બાદ ફાયર ફાયટરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.
લોકોના ટોળા ઉમટ્યા
થરની બહુચર હોસ્પિટલ સામે થરા પોલીસ સ્ટેશન પાસે કેમિકલ ભરેલું ટેન્કર આગ ફાટી નીકળી હતી. આગને કાબૂમાં લેવા માટે થરા ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ આવ્યો હતો. આ ઘટનામાં ટેન્કરનો ક્લિનર અને ડ્રાઈવરનો કોઈ પત્તો નથી. અકસ્માતમાં તેઓ બળીને ખાખ થયા કે બચી ગયા તેની લોકો ચર્ચા કરી રહ્યા છે. આગને પગલે નેશનલ હાઈવે પર લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા.
(તસવીર અને માહિતી: ધવલ જોશી, પાલનપુર)
X
ટેન્કરમાં આગ લાગતા નેશનલ હાઈવે પર લોકોના ટોળેટોળાટેન્કરમાં આગ લાગતા નેશનલ હાઈવે પર લોકોના ટોળેટોળા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી