થરા / બે રાહદારીને અકસ્માત કરી મોતને ઘાટ ઉતારનાર કાર ચાલક જેલમાં ધકેલાયો

car driver sent to jail in thara accident case

  • પાટણમાં સારવાર અર્થે ખસેડાયેલા ઇજાગ્રસ્તોની તબિયત સુધારા પર

Divyabhaskar.com

Sep 16, 2019, 08:04 AM IST

થરાઃ કાંકરેજ તાલુકાના થરામાં શનિવારે સાંજના સુમારે હ્યુન્ડાઇ ગાડીના ચાલકે દારૂના નશામાં રોંગ સાઈડમાં ગાડી ચલાવી સામેથી આવી રહેલા રાહદારીઓને હવામાં ફંગોળતા. 9 રાહદારીઓમાંથી ઘટનાસ્થળે 2 ના મોત થયા હતા. જ્યારે 7 ઇજાગ્રસ્તોને સારવાર માટે પાટણ-ધારપુર ખાતે ખસેડાયા હતા. જ્યાં ઇજાગ્રસ્તોની તબિયત સુધારા પર છે. જ્યારે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી જેલ હવાલે કર્યો છે.

શનિવારે સાંજે 7:15 વાગ્યાના સુમારે થરામાં જલારામ મંદિરમાંથી ખીચડી કઢીની પ્રસાદી લઇને 9 લોકો પોતાના ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે સામે રોંગ સાઇડમાંથી કાર નંબર-જીજે-08-બીએચ-6033 ના ચાલક મોહિત રમેશભાઈ પ્રજાપતિ (રહે.શિહોરી) એ દારૂના નશામાં રાહદારીઓ પર ગાડી ચડાવી રાહદારીઓને હવામાં ઉછાળી આગળ રોડની સાઇડમાં પડેલા સિમેન્ટના બાંકડાઓને અથડાવતાં બે ના મોત નિપજાવ્યા હતા. 7 ને ગંભીર ઇજા જણાતાં પાટણ સારવાર અર્થે ખસેડાયા હતા.

કમનસીબ મૃતકો
1.કમળાબેન રામકુમાર રાઠોડ (ઉં.વ.40)(રહે.ગાયત્રીનગર-થરા)
2.કરિશ્મા જીતુભાઇ પ્રજાપતિ (ઉં.વ.1)(રહે.માનપર,તા.માઘોગઢ,જી-ઝાલોન,યુ.પી)

ઇજાગ્રસ્તો
સીમાબેન રામકુમાર રાઠોડ, સૃષ્ટિબેન રામકુમાર પ્રજાપતિ,અનુજ રામકુમાર પ્રજાપતિ, શિવાનીબેન હરચરણ પ્રજાપતિ,પિન્કીબેન જીતુભાઇ પ્રજાપતિ સરોજબેન પ્રજાપતિ,આશાબેન રામકુમાર રાઠોડ

X
car driver sent to jail in thara accident case

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી