તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બનાસકાંઠા જિ.પં.ની કારોબારી,બાંધકામ,આરોગ્ય સહિત 6 સમિતિના ચેરમેનોની વરણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આચાર સંહિતા હોવાથી કલેકટરની મંજૂરી લઈ બેઠક બોલવાઈ

પાલનપુર: બનાસકાંઠા જિલ્લા પંચાયતની કારોબારી, બાંધકામ, આરોગ્ય સહિત 6 સમિતિઓમાં નવા ચહેરાઓને સ્થાન આપી ચેરમેનપદ સોંપવામાં આવ્યું છે. માત્ર શિક્ષણ સમિતિના ચેરમેનની વરણી થઈ શકી ન હતી. થરાદ વિધાનસભા ચૂંટણીની આચાર સંહિતા અમલી હોવાથી જિલ્લા કલેકટરની મંજૂરી લઈ બેઠક બોલવાઇ હતી.
પાછલા કેટલાક દિવસોથી બનાસકાંઠા જિલ્લા પંચાયતની સમિતિઓનું સુકાન કોને સોંપાશે તેને લઈ જિલ્લા પંચાયતના જુદાજુદા સદસ્યો દ્વારા લોબિંગ કરવામાં આવી રહ્યું હતું. તેવામાં ગુરુવારે જિલ્લા પંચાયત ખાતે જુદી-જુદી સમિતિઓના ચેરમેનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કારોબારી ચેરમેન પદે જયંતીભાઈ ધનાભાઈ આંબાપાણી, લેઉવા પટેલ (સીટ મડાણા-ગઢ), ઉત્પાદન સહકાર અને સિંચાઇના ચેરમેન પદે રત્નાભાઇ જગમાલભાઇ રબારી (જડિયા), જાહેર બાંધકામ સમિતિના ચેરમેન પદે જીતેન્દ્રભાઈ મણીલાલ રાજગોર (સમો મોટા), જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન પદે ભલાભાઇ દેવરાજભાઇ રાજપૂત (લવાણા લાખણી), મહિલા અને બાળ વિકાસના ચેરમેન પદે લક્ષ્મીબેન વિરસંગભાઈ મકવાણા ઠાકોર (માલણ), સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પદે અમીબેન આશાભાઈ પીસરા-વિરમપુરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. હાલમાં થરાદ વિધાનસભાની પેટા ચૂંટણી મામલે આચારસંહિતા અમલમાં હોવાથી જિલ્લા કલેકટરની ખાસ મંજૂરી લઈને બેઠકો યોજવામાં આવી હતી.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવીએ જણાવ્યું કે 'જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સર્વાનુમતે સૌને ન્યાય મળે તે હેતુથી સમિતિના ચેરમેન નક્કી કર્યા હતા જેમના મેન્ડેડ આજે સમિતિની બેઠક દરમિયાન તેમને સુપરત કરાયા હતા. તમામ નવા ચેરમેનને સૌએ વધાવી લીધા હતા.'

અન્ય સમાચારો પણ છે...