પાલનપુર / દંડ વસૂલવામાં રિક્ષાચાલકોને જો ટાર્ગેટ બનાવાશે તો ચક્કાજામ કરાશે

auto rickshaw driver will do chakkajam if targeted them for fine

  • પાલનપુરમાં રિક્ષા ચાલકોની બેઠકમાં ચીમકી ઉચ્ચારાઇ

Divyabhaskar.com

Sep 16, 2019, 07:46 AM IST

પાલનપુરઃ 16 સપ્ટેમ્બરથી વાહનચાલકો માટે નવા દંડની જોગવાઇ કરવામાં આવી છે. પાલનપુરમાં રિક્ષાચાલકોએ આ બાબતે રવિવારે પાલનપુરમાં બેઠક યોજી હતી અને રિક્ષાચાલકોને ટાર્ગેટ બનાવાશે તો રિક્ષાચાલકો ચક્કાજામ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી અને અનિશ્ચિત મુદ્દતની હડતાળ ઉપર ઉતરી જશે.

આ બાબતે ઓટો ચાલક સંઘર્ષ સમિતિના પ્રમુખ સાજીદભાઇ મકરાણીએ જણાવ્યું કે ‘અમે અગાઉ પણ તંત્રને આવેદનપત્ર આપી રિક્ષાચાલકોને બાઈક અને કાર ચાલકોની જેમ દંડની રકમમાં રાહત આપવામાં આવે પરંતુ તંત્ર તરફથી અમને કોઈ પ્રતિસાદ મળ્યો નથી. આ બાબતે રિક્ષા સલાહકાર સમિતિના પ્રહલાદભાઇ પરમારે જણાવ્યું કે ‘સરકાર દ્વારા રિક્ષા ચાલકોને દંડની રકમની જ જોગવાઈ કરાયું છે તે ખૂબ જ વધારે છે.

X
auto rickshaw driver will do chakkajam if targeted them for fine
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી