ભાવવધારો / અંબાજી મંદિરના પ્રસાદના ભાવમાં 50%નો વધારો,80 ગ્રામ પેકેટના રૂ.10ના 15 કરાયા

Ambaji Temple's Prasad price increased by 50%

  • ભક્તો ઘરે પરત જતાં ચણાની દાળ, ખાંડ અને ઘીથી બનતા મોહનથાળનો પ્રસાદ અચૂક લઇ જાય છે
  • ભાવ વધારાથી મંદિર ટ્રસ્ટને વર્ષે રૂ.6 કરોડનો ફાયદો થશે

Divyabhaskar.com

Dec 03, 2019, 09:22 AM IST

પાલનપુર: મા અંબાના ધામ અંબાજીમાં દર્શન કર્યા બાદ યાદગીરી રૂપે 80 ગ્રામ પ્રસાદનું જે પેકેટ 10 રૂપિયામાં ભક્તો ખરીદતા હતા, તેના 15 રૂપિયા કરી દેવાયા છે. પ્રસાદના ભાવમાં 1લી ડિસેમ્બર રવિવારથી 50 ટકા ભાવ વધારવામાં આવતાં મંદિર ટ્રસ્ટને વર્ષે રૂ.6 કરોડનો ફાયદો થશે. પાછલા કેટલાય વર્ષોથી મંદિરને પ્રસાદમાં કરોડોનું નુકસાન થતું હતું. પ્રસાદના બોક્સમાં થતા નુકસાનને બદલે હવે નહીં નફો નહીં નુકસાનના ધોરણે કરવાનો નિર્ણય લેવાતાં ભાવ વધારવામાં આવ્યા હોવાનું આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું છે.


ટ્રસ્ટને જે 6 કરોડ રૂપિયાનો ફાયદો થશે
વર્ષ 2016-17માં મંદિરને પ્રસાદમાં રૂ.4 કરોડ, વર્ષ 2017-18માં 4.42 કરોડ, વર્ષ 2018-19માં 4.43 કરોડ નુકસાન થયું હતું. આ વર્ષે જો ભાવ ન વધારતા તો રૂ.6 કરોડનું નુકસાન થતું. મોહનથાળ બનાવનાર એજન્સીને જીએસટી સાથે 15 રૂપિયા 7 પૈસાનો ભાવ મંજૂર કરાયો છે. જેમાં એજન્સી 7 પૈસાનું નુકસાન સહન કરશે. આપણે એજન્સીને 15 રૂપિયા જ ચૂકવવાના છીએ. ટ્રસ્ટને જે 6 કરોડ રૂપિયાનો ફાયદો થશે તેનો ઉપયોગ યાત્રિકોની સુખાકારીમાં કરીશું. - એસ.જે. ચાવડા, વહીવટદાર આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ

X
Ambaji Temple's Prasad price increased by 50%

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી