ધાનેરા / શહેરમાંથી પસાર થતા ભારે વાહનો બંધ કરવા ધારાસભ્ય સહિત સ્થાનિકોનો ચક્કાજામ

A rally of locals, including legislators, to stop heavy vehicles passing through the city

  • મોટા વાહન ચાલકો દ્વારા કલેકટરના જાહેરનામાનો ભંગ કરાતા 1 કલાક ચક્કાજામ કરાયો
  • રેલ્વે પુલની કામગીરીને લઈ મોટા વાહનોને ડાયવર્ઝન આપવા છતાં શહેરમાંથી પસાર થતા લોકોમાં રોષ

Divyabhaskar.com

Jan 22, 2020, 09:09 AM IST
ધાનેરાઃ ધાનેરામાં રેલ્વે પુલની કામગીરી ચાલુ હોવાથી મોટા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. છતા વાહનો ધાનેરામાંથી પસાર થતા રોજે રોજે અકસ્માત સર્જાઇ રહ્યા છે. ત્યારે મંગળવારે સ્થાનિક લોકોએ ચક્કાજામ કરતા તંત્ર બાનમા આવ્યુ હતુ.અને આ મોટા વાહનોને શહેરમાથી પસાર થવા પર પ્રતિબંધ કરવાની ખાત્રી આપી હતી.
ધાનેરામાં તાજેતરમા રેલ્વે પુલનુ કામ ચાલતુ હોવાથી વાહનોને ડાયવર્ઝન આપવામાં આવેલ છે.જેમાં જે ધાનેરા-ડીસા તરફના 3.5મીટર કરતાં ઓછી ઉંચાઇવાળા વાહનો તેમજ સરકારી બસ માટે ડાયવર્ઝન આપેલો રસ્તો ધાનેરા સીટીમાં થઇ રેલ્વે ઘરનાળુ–ફતેપુરા –સોતવાડા –સામરવાડા તરફ જવાનુ અને આવવાનુ ડાયવર્ઝન આપવામાં આવ્યુ હતુ.
આ માર્ગ ઉપર ઓવરલોડ રેતી ભરીને ડમ્પરો બજારોની વચ્ચે ચાલતા હોવાથી અવાર નવાર અકસ્માત સર્જાઇ રહ્યા છે.ત્યારે વાહન ચાલકો જીલ્લા વડાના જાહેરનામાનો ભંગ કરતા હોવા છતાં પોલીસ દ્વારા આવા લોકોને છાવરવામાં આવતા હોવાથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.સોમવારે એક વિધાર્થીને અડફેટે લેતાં વિધાર્થીનો પગ કપાવવાની નોબત આવી હતી.જેથી આ બાબતે લોકોએ પોલીસને પણ અવાર નવાર જાણ કરવા છતાં પોલીસ દ્વારા આ ડમ્પરો સામે કોઇ કાર્યવાહી ન કરી હોવાથી સ્થાનિકો મંગળવારે રસ્તા ઉપર ઉતર્યા હતા.અને આવા મોટા વાહનોને રસ્તામાં રોકી રસ્તાઓ બ્લોક કરતાં ચક્કાજામ સર્જાયો હતો.અને ધારાસભ્ય નથાભાઇ પટેલ પણ લોકો સાથે રસ્તા વચ્ચેજ બેસી ગયા હતા.અને જાહેરનામામો ભંગ કરતા વાહનો સામે કાર્યવાહી કરવા માટે માલતદારને રૂબરૂ બોલાવી રજુઆત કરી હતી.જેથી એક કલાક સુધી રસ્તો બંધ રહેતા મોટી કતારો લાગી હતી.અને અંતે પોલીસ દ્વારા કાર્યવાહીની ખાત્રી આપતા લોકોએ રસ્તો ખાલી કર્યો હતો.
પોલીસને કાર્યવાહી કરવા સુચના અપાઇ છે
મામલતદાર બી.એસ.ખરાડી જપાવ્યું કે ધાનેરા શહેરમાં જાહેરનામાનો ભંગ કરીને ચાલતા વાહનો સામે કાર્યવાહી કરવા માટે રજુઆત મળતાં અમાંએ તાત્કાલીક પોલીસને આ બાબતે લેખીતમાં જણાવેલ છે જેથી પોલીસ દ્વારા જાહેરનામાનો ભંગ કરનાર વાહનો સામે કાર્યવાહી કરાશે અને જો પોલિસ ં નિષ્ફળ રહેશે તો પોલીસ સામે પણ લેખીતમાં ઉપરી કચેરી ખાતે જાણ કરાશે.
X
A rally of locals, including legislators, to stop heavy vehicles passing through the city

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી