તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુરમાં યુવતીને મળવા ગયેલા યુવકને ઝાડ સાથે બાંધી માથે મુંડન કર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુવતીએ બોલાવ્યો હોવાની યુવકની કેફિયત
પાલનપુર: લાખણીના ડોડીયા ગામે બે દિવસ અગાઉ એક યુવક ગામની યુવતીને મળવા ગયો હતો.જે કેટલાક ગ્રામજનોના હાથે ઝડપાઇ જતાં તેને ગામલોકોએ ઝાડ સાથે રસ્સી વડે બાંધી માથે મુંડન કરી તેનો  વીડિયો ઉતાર્યો હતો.જે વીડિયોના વોઇસ ઉપરથી તે યુવક લાખણી તાલુકાના ડોડીયા ગામનો હોવાનું તેમજ તેને ડોડીયા ગામની બાજુના ગામમાં યુવતીએ તેના સંબંધીના ત્યાં મળવા આવી હોવાનુ અને યુવકને ફોન કરી રાત્રી દરમિયાન મળવા બોલાવ્યો હોવાનું યુવક જણાવી રહ્યો છે.જોકે લોકોએ કાતરથી યુવકના વાળ કાપી નાખ્યા હતા અને મુંડન કરી તેનો વીડિયો બનાવી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...